ન્યૂયોર્ક / મુંબઈ, 27 સપ્ટેમ્બર: ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકાની ન્યૂયોર્કમાં આયોજિત ‘ઇન્ડિયા ડે @ યુએનજીએ વીક’ દરમિયાન છણાવટ કરતી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો હાથ ધરાઈ હતી. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) અને ભારત ખાતેના યુનાઈટેડ નેશન્સ કાર્યાલયની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમે 2030 પછીના સાતત્યપૂર્ણ વિકાસ પથની સાથે ઊંડી સમજ અને બોધપાઠ પૂરા પાડ્યા હતા.

આ ઉચ્ચ-સ્તરીય ઈવેન્ટમાં પ્રારંભિક સંબોધન કરતાં રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ સાતત્યપૂર્ણ વિકાસ માટેના પાંચ મુખ્ય પથ એટલે કે ‘પંચતંત્ર’ પર તેમની વાતને કેન્દ્રિત કરી હતી. આમાં મહિલાઓની શક્તિને ઉજાગર કરવી, યુવા વર્ગની શક્તિને પાંખો આપવી, નવીનતાના ગુણકાર સ્વરૂપી ભાગીદારીઓ, ટેક્નોલોજીની પરિવર્તનકારી તાકાત અને ભવિષ્ય માટે બોલ્ડ વિઝનને આકાર આપવાનો સમાવેશ થતો હતો. “આ સપ્તાહે એકસમાન વિકાસની ચર્ચા માટે વિશ્વભરના લીડર્સ ન્યૂયોર્કમાં એકત્ર થયા છે, ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આપણું વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. ખાસ કરીને ભારતને હવે એ સ્થાન મળી રહ્યું છે જેને તે હકદાર છે, અને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે.”

વાટાઘાટો, ટાઈગર્સ ટેલ: ક્રાફ્ટિંગ અ ન્યૂ ડેવલપમેન્ટ પેરાડાઈમ, એ ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકા અને વૈશ્વિક વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની તેની ક્ષમતાઓની ઓળખ કરતો ઉચ્ચ સ્તરીય સંવાદ હતો.

ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રી, ભારત સરકારે ગ્લોબલ સાઉથનું નેતૃત્વ હવે કેવી રીતે વાસ્તવિકતા બની ચૂક્યું છે તેની વાત કરી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન, ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને ભારતમાંની સંયુક્ત રાષ્ટ્ર કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા વિશેષ પ્રકાશન, ધ નેક્સ્ટ ફ્રન્ટિયર: ચાર્ટિંગ ધ કોન્ટોર્સ ઓફ ધ પોસ્ટ-2030 ડેવલપમેન્ટ એજન્ડા”નું આ ઇવેન્ટ દરમિયાન અનાવરણ કરાયું હતું. વૈશ્વિક નિષ્ણાતોના 27 નિબંધોનું ખાસ સંકલન કરાયેલું આ પ્રકાશન 2030 પછીના નવા વૈશ્વિક વિકાસ એજન્ડા માટે જરૂરી વ્યૂહરચનાઓ, નવીનતાઓ અને નેતૃત્વની છણાવટ કરે છે. આ નિબંધોમાં વિકાસ, પરોપકાર, વિચારકો, તેમજ ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથ બંનેના નીતિ ઘડનારા અને વિચારશીલ નેતાઓના મંતવ્યોનો સમાવેશ કરાયો છે. આ પ્રકાશન http://www.reliancefoundation.org/ પરથી ડાઉનલોડ કરી શકાય છે. The India Day @ UNGAનો ઉદ્દેશ વિશ્વની વિકાસ યાત્રામાં ભારતના વધતા નેતૃત્વ સાથે મજબૂત અવાજ ઊભો કરવાનો છે.