ત્રિવેન્દ્રમ, 12 જાન્યુઆરી: મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લ્યૂ)ની કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડ (Muthoot Fincorp Ltd.)એ સિક્યોર્ડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCDs)ની XVI ટ્રેન્ચ III શ્રેણી અંગે જાહેરાત કરી છે. કંપની રૂ. 1100ની શેલ્ફ મર્યાદાની અંદર ₹300 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે. રૂ. 300 કરોડની ઈશ્યૂ સાઈઝમાં ₹225 કરોડના ગ્રીન શૂ વિકલ્પ સાથે ત્રીજી ટ્રાન્ચ ઇશ્યુ (Tranche III ઇશ્યુ)ની રકમ ₹75 કરોડ છે.

NCD દીઠ ₹1000ની ફેસ વેલ્યુ સાથેનો ત્રીજો તબક્કો ઈશ્યુ શુક્રવારે 12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. ટ્રેન્ચ III ઇશ્યૂ હેઠળના NCD 24 મહિના, 36 મહિના, 60 મહિના અને 96 મહિનાના મેચ્યોરિટી/કાર્યકાળના વિકલ્પો સાથે I, II, III, IV, V, VI, VII, VIII, IX અને X વિકલ્પોમાં માસિક, વાર્ષિક અને સંચિત ચુકવણી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે.

જેમાં X વિકલ્પ 50 કરોડ સુધી મર્યાદિત છે, ત્યારે રોકાણકારોની તમામ શ્રેણીઓમાં NCD ધારકો માટે અસરકારક યીલ્ડ (વાર્ષિક) 9.26%થી 9.75% સુધી છે. ટ્રેન્ચ III હેઠળ જારી કરાયેલ સિક્યોર્ડ NCDને ક્રિસિલ દ્વારા AA-/ સ્ટેબલ પર રેટિંગ આપવામાં આવ્યું છે અને તેને BSEના ડેટ માર્કેટ સેગમેન્ટમાં લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. મુથુટ ફિનકોર્પ લિ.ના સીઈઓ શાજી વર્ગિસે જણાવ્યું હતું કે, AA-/Stableના ક્રિસિલ રેટિંગ સાથે કંપનીની ભાવિ ધિરાણ પ્રવૃત્તિઓ માટે આ ફંડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ ધરાવીએ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)