રૂ. 10ની મૂળ કિંમત સાથે
29,10,000 ઇક્વિટી શેર્સનો
ફ્રેશ ઇશ્યૂ
જાન્યુઆરીના બીજા
હિસ્સામાં NSE ઇમર્જ
ઉપર લિસ્ટની યોજના
ગુજરાતમાં ફોનબોક્સ,
ફોનબુક અને
માયમોબાઇલ બ્રાન્ડ
હેઠળ 153 મલ્ટી-બ્રાન્ડ
રિટેઇલ સ્ટોર્સ
IPO ભંડોળનો ઉપયોગ
રિટેઇલ સ્ટોર નેટવર્કના
વિસ્તરણ, કોર્પોરેટના
સામાન્ય હેતુ, અન્ય
ખર્ચ માટેની યોજના

અમદાવાદ, 12 જાન્યુઆરી: ગુજરાતમાં મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે જાન્યુઆરી, 2024માં પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા રૂ. 20 કરોડ ઊભાં કરવાની યોજના  ધરાવે છે. IPOમાં બુક બિલ્ડિંગ પ્રાઇઝ ઉપર પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 29,10,000 ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓઃ કંપની પ્રસ્તાવિત જાહેર ભરણા દ્વારા રૂ. 20 કરોડ ઊભાં કરવાની યોજના ધરાવે છે તથા આ ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ અને જાહેર ઇશ્યૂના ખર્ચ માટે કરશે. ફોનબોક્સ રિટેઇલ રૂ. 13.5 કરોડનું રોકાણ ગુજરાતના વધુ શહેરોમાં તેનું રિટેઇલ સ્ટોરનું નેટવર્ક વિસ્તારવા માટે કરશે. આ ઉપરાંત કંપની બાકીની રકમ કોર્પોરેટ હેડક્વાર્ટરનું નિર્માણ કરવા જમીન સંપાદન, માર્કેટિંગ અને ટેક્નિકલ વિભાગો માટે ભરતી કરવા, વર્તમાન અને ભાવિ વ્યવસ્થા હેઠળ રિપેમેન્ટની જવાબદારીઓ પૂર્ણ કરવા તથા વૃદ્ધિની તકો માટે ભંડોળ ખર્ચ કરવા માટે ઉપયોગમાં લેશે.

ઇશ્યૂના બુક રનીંગ લીડ મેનેજરઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ તથા રજિસ્ટ્રાર કેફિન ટેક્નોલોજીસ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ અમદાવાદ-સ્થિત રિટેઇલર ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ ગુજરાતમાં 20થી વધુ શહેરોમાં 153 મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સનું વિશાળ નેટવર્ક ધરાવે છે. આ સ્ટોર્સમાંથી 40 કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા 113 સ્ટોર્સ ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ) છે. સ્માર્ટફોન અને એસેસરિઝ, લેપટોપ, વોશિંગ મશીન, સ્માર્ટ ટીવી, એર કન્ડીશનર્સ અને રેફ્રિજરેટર્સ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇલેક્ટ્રોનિક ગુડ્સ પણ ઓફર કરે છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો તથા 2022માં તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનીષ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સની સંખ્યા 142 કરોડને પાર કરી જવાની સંભાવના છે. ગ્રાહકોના જબરદસ્ત પ્રતિસાદ બાદ અમે પ્રસ્તાવિત IPOના ભંડોળથી રાજ્યમાં અમારા રિટેઇલ સ્ટોરના વિસ્તરણને જાળવી રાખવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરેઃ કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષમાં 30 સપ્ટેમ્બર, 2023ના રોજ સમાપ્ત પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં રૂ. 140.22 કરોડની આવક અને રૂ. 1.55 કરોડનો પીએટી નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવક વધીને રૂ. 196.26 કરોડ થઇ છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળાના રૂ. 90.92 કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં ફોનબોક્સ રિટેઇલે રૂ. 1.59 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષે રૂ. 12.79 લાખ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)