IPO ખૂલશે18 ડિસેમ્બર
IPO બંધ થશે20 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.277-291
લોટ51 શેર્સ
લિસ્ટિંગBSE, NSE
ઇશ્યૂ સાઇઝ32989690 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.960 કરોડ
Businessgujarat.in
rating
7/10

અમદાવાદ, 14 ડિસેમ્બર, 2023: મુથૂટ માઈક્રોફિન લિમિટેડ  18 ડિસેમ્બરે  રૂ. 10ની ફેસ વેલ્યુના ઈક્વિટી શેરના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ 15 ડિસેમ્બરે હશે. ઓફર સબસ્ક્રિપ્શન 20 ડિસેમ્બરે બંધ થશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ.277થી રૂ.291 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 51 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 51 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપની રૂ. 9,600 મિલિયન (રૂ.  960 કરોડ)ની કુલ ઓફર સાઇઝ સાથે IPO દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કુલ ઓફરના સાઇઝમાં રૂ. 7,600 મિલિયન (રૂ. 760 કરોડ)ના ઈક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા કુલ રૂ. 2,000 મિલિયન (રૂ. 200 કરોડ)ના ઈક્વિટી શેર્સની ઓફરનો સમાવેશ થાય છે.

લીડ મેનેજર્સઇશ્યુના ઓબ્જેક્ટ્સ
ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, જેએમ ફાઇનાન્શિયલ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ બુક રનિંગ લીડ મેનેજર્સ છેહાલની વ્યાપારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે, અને નેટ પ્રોસિડ્સમાંથી ભંડોળ પૂરું પાડવા માટે. શેર્સ લિસ્ટિંગ કરાવવા માટે

કંપનીની કામગીરી અને ઇતિહાસ

એપ્રિલ 1992માં સ્થપાયેલી મુથૂટ માઇક્રોફિન લિમિટેડ, મુથૂટ પપ્પાચન ગ્રૂપની પેટાકંપની છે. જે  ભારતમાં ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલા ગ્રાહકોને માઇક્રો-લોન્સ પ્રદાન કરે છે. કંપની જૂથ લોન જેમ કે આવક પેદા કરતી લોન, પ્રગતિ લોન (વર્કિંગ કેપિટલ) અને વ્યક્તિગત લોન, સેલ ફોન, સોલાર લાઇટ અને ઘરગથ્થુ ઉપકરણો માટે લોન સહિત જીવન સુધારણા ઉકેલો, આરોગ્ય અને સ્વચ્છતા લોન્સ જેમ કે સેનિટરી સુવિધાઓ સુધારવા માટેની લોન પૂરી પાડે છે. તે ઉપરાંત ગોલ્ડ લોન અને અમારા મુથૂટ સ્મોલ એન્ડ ગ્રોઇંગ બિઝનેસ (“MSGB”) લોનના રૂપમાં સુરક્ષિત લોન પણ પૂરી રાડે છે.

2021માં કંપનીએ “મહિલા મિત્ર” મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. જે QR કોડ્સ, વેબસાઇટ્સ, SMS-આધારિત લિંક્સ અને વૉઇસ-આધારિત ચુકવણી પદ્ધતિઓ જેવી ડિજિટલ ચુકવણી પદ્ધતિઓને સક્ષમ કરે છે. 31 માર્ચ, 2023 સુધીમાં, 1.18 મિલિયન ગ્રાહકોએ મહિલા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને 1.70 મિલિયન ગ્રાહકોએ ડિજિટલ વ્યવહારો કર્યા છે. 31 માર્ચ, 2023 સુધીમાં, કંપની પાસે 2.77 મિલિયન સક્રિય ગ્રાહકો છે, ભારતમાં 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 321 જિલ્લાઓમાં 1,172 શાખાઓ છે અને 10,227 લોકોને રોજગારી આપે છે.

Muthoot Microfin નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

સમયગાળોMar23Mar22Mar21
એસેટ્સ8,529.205,591.464,183.85
આવકો1,446.34842.94696.28
ચો. નફો163.8947.407.05
નેટવર્થ1,625.851,336.58889.89
રિઝર્વ્સ1,282.151,040.10642.84
દેવાઓ6,493.183,996.613,015.66
(આંકડા રૂ. કરોડમાં)

બિઝનેસ ગુજરાતની નજરે રોકાણ વ્યૂહરચના

કંપનીએ તેની કામગીરીમાં સતત વૃદ્ધિ નોંધાવી છે અને એનપીએને નિયંત્રણમાં રાખ્યું છે. FY24ની વાર્ષિક કમાણીના આધારે, ઇશ્યૂ વ્યાજબી કિંમતનો લાગે છે. રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના પુરસ્કારો માટે ફંડ પાર્ક કરી શકે છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)