Navitas સોલરે MEC Powerની ગુજરાત ડિસ્ટ્રીબ્યુટર તરીકે નિમણૂક કરી
અમદાવાદ, 11 એપ્રિલ: સુરતની મોડ્યુલ મેન્યુફેકચરિંગ કંપની નવિટાસ સોલરે વડોદરાની મેકપાવર સોલ્યુશન્સ લિ.ની રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ગુજરાત રાજ્યમાં સોલાર મોડ્યુલ્સના એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રોવાઈડર તરીકે નિમણુક કરી છે. બે વર્ષ માટેના એક્સલુઝિવ ડીસ્ટ્રીબ્યુટર્સ તરીકેના રાઈટસને કારણે મેકપાવર વાર્ષિક 100 મેગાવોટ ક્ષમતા ધરાવતાં સોલાર મોડ્યુલ્સનુ વિતરણ કરશે. બંને પાર્ટનરનો ઉદ્દેશ હાઈક્વોલિટી ડીસીઆર અને નોનડીસીઆર પોલિ અને મોનો સોલાર મોડ્યુલ વડે 55,000 થી વધુ આવાસોને સોલરાઈઝ કરવાનો છે. આ ઓફર સાથે ગ્રાહકોને ડિજિટલ અને ઓફલાઈન ફાયનાન્સિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે.
નવિટાસ સોલરના ડિરેકટર અને સહસ્થાપક વિનીત મિત્તલ જણાવે છે કે મેકપાવર ઔદ્યોગિક ક્ષેત્રનો 30થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે અને તે ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટસનો માર્કેટ લીડર છે. મેકપાવર સોલ્યુશન્સ લિ.ના મેનેજીંગ ડિરેકટર મનોજ શાહ જણાવે છે કે મેકપાવર અને નવિટાસ વચ્ચેનુ વ્યુહાત્મક જોડાણ દરેકને માટે રિન્યુએબલ મજલ આસાન બનાવશે અને એક જ સ્થળે સંપૂર્ણ સોલાર સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવશે.
નવિટાસ સોલર અને મેકપાવર ગુજરાતમાં 100 મેગાવોટથી વધુ સોલાર પેનલ સપ્લાય કરવાનો વિશ્વાસ ધરાવે છે. નવિટાસ સોલાર વાર્ષિક 500 મેગાવોટની ક્ષમતા સાથે, તે JMK રિસર્ચ અને એનાલિટિક્સ દ્વારા ટોચના 10 અગ્રણી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. તે પેનલ દીઠ 5થી 600 વૉટનાં મોડ્યુલ્સમાં પોલિ અને મોનો સોલાર મોડ્યુલ્સમાં સ્પેશ્યાલાઈઝેશન ધરાવે છે. તેમજ દેશમાં સરકારી અને વ્યાપારી એકમો સહિત 700થી વધુ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડી ચૂકી છે.