મુંબઇ,  ૩ એપ્રિલ: હાજર મંડીઓમાં નવા નાણાકિય વર્ષનો પ્રારંભ ખપપુરતી ખરીદી વચ્ચે શરૂ થયો હતો. જેથી વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં વાયદા કારોબાર ૨૦૦ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૪૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ,  ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, હળદર તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૧૪૮ રૂ. ખુલી ૬૧૧૨  રૂ., દિવેલનાં ભાવ ૧૨૭૪ રૂ. ખુલી ૧૨૭૪ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૧૦ રૂ. ખુલી ૨૮૪૨ રૂ., ધાણા ૬૬૦૨ રૂ. ખુલી ૬૭૧૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૨૦ રૂ. ખુલી ૫૭૫૧ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૪૬  રૂ. ખુલી ૧૧૭૮૭ રૂ., જીરાનાં ભાવ ૩૫૬૪૦ રૂ. ખુલી ૩૫૦૫૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૭૬.૦૦ રૂ. ખુલી ૧૫૮૩.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૯૯૦ ખુલી ૪૮૭૩૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૮૭૮  રૂ. ખુલી ૬૮૮૪ રૂ. બંધ રહ્યા હતા.