મુંબઇ: હાજર બજારોમાં છુટક ખરીદી વચ્ચે થોડી ગરમી જોવા મળી હતી. જેનાં કારણે વાયદામાં પણ આજે બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૦૪૭.૩૦ ખુલી સાંજે ૭૮૨૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૦૧૩રૂ. ખુલી ઉંચામાં ૮૦૧૩ તથા નીચામાં ૮૦૧૩રૂ. થઇ સાંજે ૮૦૧૩રૂ. બંધ રહ્યા હતા. NCDEX આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી.આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૪૫૧ કરોડરૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૪૭ કરોડરૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX આજે એરંડા, દિવેલ, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૯૯૨રૂ. ખુલી ૬૯૩૬રૂ., દિવેલનાં ભાવ ૧૪૪૯રૂ. ખુલી ૧૪૪૯રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૨૫રૂ. ખુલી ૨૮૩૯રૂ., ધાણા ૮૦૬૪રૂ. ખુલી ૮૦૯૮રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૯૨૦રૂ. ખુલી ૫૮૬૨રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૭૦૦રૂ. ખુલી ૧૨૩૯૦રૂ., જીરાનાં ભાવ ૩૨૩૮૦રૂ. ખુલી ૩૧૪૮૫રૂ., કપાસનાં ભાવ ૧૬૦૨.૦૦રૂ. ખુલી ૧૬૧૨.૦રૂ., સ્ટીલના ભાવ ૫૦૧૮૦ ખુલી ૫૦૦૯૦રૂ. અને હળદરનાં ભાવ  ૭૮૮૮રૂ. ખુલી ૭૭૪૪રૂ. બંધ રહ્યા હતા.