• એનએફઓ ખુલશેઃ 28 માર્ચે
  • એનએફઓ બંધ થશેઃ 11 એપ્રિલે
  • મિનિમમ એપ્લિકેશનઃ રૂ. 5000 અને તેના ગુણાંકમાં
  • બેન્ચમાર્કઃ નિફ્ટી હાઉસિંગ ટીઆરઆઇ

હાઉસિંગ સેક્ટરના થીમ આધારીત આઇસીઆઇસીઆઈ પ્રૂડન્સિયલ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ કરશે. આ એનએફઓ 28 માર્ચે ખુલશે. એનએફઓનો હેતુ ઇક્વિટી અને ઇક્વિટી સંબધિત સાધનોમાં રોકાણ કરવાનો છે. હાઉસિંગ થીમ એ અનેક સેગમેન્ટમાં ફેલાયેલું છે. આમાં સિમેન્ટ, કન્ઝયુમર, ઇલેક્ટ્રોનિક્સ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, બેન્ક, સ્ટીલ, એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી વગેરે સપ્લાયરનો સમાવેશ થાય છે. આ થીમને હાઉસિંગ રિયલ એસ્ટેટના સ્વરૂપમાં જોવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર 2025માં શહેરી વિસ્તારમાં કુલ 52.5 કરોડ ભારતીયો રહેશે અને 2030માં તે વધીને 60 કરોડ સુધી પહોંચશે. જ્યારે ભારતનું રિયલ એસ્ટેટ સેક્ટર ત્યાં સુધી રૂ.76 લાખ કરોડના સ્તરે રહેશે. આના પરથી એવી ધારણા મૂકવામાં આવે છે કે ઉદ્યોગ સારો ગ્રોથ નોંધવાશે. આ યોજના હેઠળ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ, ફાઇનાન્સિયલ સર્વિસિસ, સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ બનાવતી, કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ, પેઇન્ટ, સ્ટીલ, હોમ એપ્લાયન્સિસ અને સેનિટી વેરનું ઉત્પાદન કરતી કંપનીઓના શેરમાં રોકાણ કરાશે. આ યોજના એવા રોકાણકારો માટે છે જેઓ હાઉસિંગ સેક્ટર્સમાં ભાવિ ગ્રોથમાં ભાગીદાર બનવા માગે છે. આ ફંડના મેનેજર એસ.નરેન અને આનંદ શર્મા રહેશે. લોકડાઉન પછી દેશના ટોચના સાત શહેરોમાં હાઉસિંગના વેચાણના કામકાજમાં વર્ષે 113 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાને કારણે રહેઠાળ ક્ષેત્રને વધુ વેગ મળવાની સંભાવના છે. મધ્યમ વર્ગની વધતી સંખ્યા, વધતું શહેરીકરણ, હોમ લોનના નીચા વ્યાજદર જેવા કારણોનો પણ આ ઉદ્યોગને ટેકો મળશે.