અમદાવાદઃ તા. 7 નવેમ્બરના રોજ ઇન્ટ્રા-ડે 61401 પોઇન્ટની સપાટીએ સેન્સેક્સ પહોંચ્યો ત્યારે businessgujarat.in તરફથી સાવચેતીનો સૂર વ્યક્ત કરાયો હતો. કે, માર્કેટ ધીરે ધીરે તેની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે તે પહેલાં સંખ્યાબંધ આરોહ- અવરોહ જોવા મળશે. પરંતુ રોકાણકારોએ પોર્ટફોલિયો હોલ્ડ કરી રાખવો. તા. 7 નવેમ્બરની મન્થલી ટોચથી સેન્સેક્સ 787 પોઇન્ટ ઘટી ચૂક્યો છે. દરમિયાનમાં નિફ્ટી-50 પણ વારંવાર તેની 18200 પોઇન્ટની નજીકની પ્રતિકારક સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ જઇ રહ્યો છે. વોલેટિલિટી અને વોલ્યૂમ્સ માર્કેટની દિશા નક્કી થાય તેની રાહમાં સંકડાઇ રહ્યા છે. માર્કેટ ફરી શોર્ટટર્મ કોન્સોલિડેશન ઝોનમાં પ્રવેશી ગયું છે.

ગુરુવારે સેન્સેક્સ 419.85 પોઇન્ટ (ચારસો વીસ જ ગણાય!!)ના ઘટાડા સાથે 60613.70 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સની સાથે તમામ સેક્ટોરલ્સ ઘટ્યા હતા. જોકે, ઓટો, મેટલ્સ, સ્મોલકેપ- મિડકેપ્સ અને પીએસયુ બેન્ક્સમાં આજે વધુ ખરાબી જોવા મળી હતી. નિફ્ટી-50 128.80 પોઇન્ટના ઘટાડા સાથે 18028.20 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ હજી 18100- 1120 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે.

નિફ્ટી 18100 તોડે તો 17900- 17850 થઇ શકે

ટેકનિકલી નિફ્ટી 18100 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ જાળવી રહ્યો છે. જો આ સપોર્ટ તૂટે તો નીચામાં 1790- 17850 પોઇન્ટ સુધી ઘટવાની સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ જો ઉપરમાં 18150- 18175 પોઇન્ટ ક્રોસ કરશે તો માર્કેટમાં તેજીની ચાલ થોડી વેગીલી બનવાની શક્યતા પણ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

એફપીઆઇ- ડીઆઇઆઇનું સુસ્ત વલણ

વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 36.06 કરોડની નોમિનલ નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 967.13 કરોડની નેટ વેચવાલી રહી હતી.

NOVEMBERમાં સેન્સેક્સની સાપ-સીડીઃ 61401ની ટોચથી 787નો અવરોધ

ખુલ્યોવધીઘટીછેલ્લો
610666140160,48560614
(1 NOV)(7 NOV)(3 NOV)(10 NOV)

માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ 2203 શેર્સમાં ઘટાડો

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3592 પૈકી 1261 સ્ક્રીપ્સમાં સુધારો અને 2203 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. સેન્સેક્સ પેકની 30 પાકી 24 સ્ક્રીપ્સ ઘટીને બંધ રહી હતી. બીએસઇ ખાતે 129 સ્ક્રીપ્સ વર્ષની ટોચે અને 49 સ્ક્રીપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. 11 સ્ક્રીપ્સમાં અપર સર્કીટ અને 3 સ્ક્રીપ્સમાં લોઅર સર્કીટ વાગી હતી.

BSE TOP 5 GAINERS

SecurityLTP (₹)Change% Ch.
NEULANDLAB1,701.80+283.60+20.00
GPPL95.55+6.90+7.78
IONEXCHANG2,399.00+162.05+7.24
KIRLOSENG301.95+18.30+6.45
GODREJPROP1,235.15+66.65+5.70

BSE TOP 5 LOSERS

SecurityLTP (₹)Change% Ch.
RAMCOCEM646.65-57.45-8.16
PEL811.95-76.90-8.65
DEEPAKNI2,079.00-219.55-9.55
NAVNETEDUL123.00-19.70-13.81
ITDCEM111.65-12.70-10.21