અમદાવાદઃ હેવી કરેક્શનના અંતે સોમવારે સુધારા સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં એફએમસીજી, ફાઇનાન્સ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર સેક્ટરના સહારે રાહત રેલી જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 468.38 પોઇન્ટ સુધરી 61806.19 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી- 50 151.45 પોઇન્ટ સુધરી 18400 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં સફળ રહેવા સાથે 18420.45 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ- નિફ્ટીએ ઓલટાઇમ હાઇ દર્શાવ્યા બાદ જોવા મળેલાં કરેક્શનના એટેક્સમાં અત્યારસુધી જોવા મળ્યું છે કે, માર્કેટની વ્હારે હેવીવેઇટ્સ આવીને નિફ્ટીને 18400- 18500ના લેવલ્સ પર પાછું ખેંચી લાવે છે. વૈશ્વિક શેરબજારોમાં સુધારાની સ્થિતિ છતાં રોકાણકારોમાં ફેડ રિઝર્વના વ્યાજ વધારાનું ફેફરું તેમજ આરબીઆઇ પણ રેપોરેટ વધારીને રડાવશે તેવી દહેશતનું રણશિંગું ફુંકાઇ રહ્યું હોવાથી સામાન્ય રોકાણકારો માત્ર વિન્ડો શોપિંગ કરીને સંતોષ માની રહ્યા છે. જ્યારે મોટા ગજાના રોકાણકારો હેવી વેઇટ્સના જોરે મંદીવાળાઓને હંફાવવાની કોશિશ કરી રહ્યા છે.

સોમવારે કયા કયા સેક્ટર્સમાં સુધારોઃ એફએમસીજી, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર

કયા કયા સેક્ટર્સમાં કરેક્શન ઘેરું બન્યુઃ આઇટી, ટેકનોલોજી

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પરંતુ સેન્ટિમેન્ટ સાવચેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30+24-6
બીએસઇ3781+2044-1581

એફઆઇઆઇ- ડીઆઇઆઇની સુસ્ત હાજરીઃ સોમવારે વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 538.10 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 687.38 કરોડની નેટ ખરીદીનો ટેકો જોવા મળ્યો હતો.

એક્સ્પોર્ટ ક્વોટા વધવાની આશાએ સુગર શેર્સની મિઠાશ વધી

જાન્યુઆરીમાં સ્થાનિક ઉત્પાદનનો અંદાજ મેળવ્યા બાદ સરકાર ચાલુ માર્કેટિંગ વર્ષ માટેનો સુગર એક્સ્પોર્ટ ક્વોટા વધારે તેવા આશાવાદ પાછળ પસંદગીના સુગર શેર્સની મીઠાશમાં સોમવારે વધારો થયેલો જોવા મળ્યો હતો.

COMPANYCLOSE+%
SSLEL181.8020.00
DHAMPURE34.8520.00
PICCASUG22.2020.00
RAJSHREESUG66.7019.96
SIMBHALS33.8019.86
SHAKTISUG33.2515.45
DALMIASUG419.8014.34
PONNIRODE438.2013.57
RANASUG30.4011.97