નિફ્ટી પ્રથમ વખત 25,800 પાર, સેન્સેક્સ 1,300 પોઈન્ટ ઉછળી 84500 ક્રોસ


અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સાર્વત્રિક ઉછાળાની ચાલ દરમિયાન આજે નિફ્ટીએ તમામ ટેકનિકલ બેરિયર્સ કૂદાવીને 380 પોઇન્ટ કરતાં પણ વધુ ઉછાળા સાથે 25800ની સપાટી ક્રોસ કરી લીધી હતી. તો સામે છેડે સેન્સેક્સે પણ 1300+ પોઇન્ટના ઉછાળા સાથે 84500 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાના તાલે ભારતીય શેરબજારો ઝૂમી ઊઠ્યા હતા.
સુધારા માટેના મુખ્ય કારણો એક નજરે
વૈશ્વિક શેરબજારોમાં ફેડના વ્યાજ ઘટાડા પછી સુધારાનો માહોલ | ફેડ દ્વારા 2024 અંત સુધીમાં વધુ વ્યાજદર ઘટાડાનો સંકેત |
બેન્કિંગ- ફાઇનાન્સ સ્ટોક્સમાં તેજી, સાર્વત્રિક ઔદ્યોગિક સુધારાનો સંકેત | સ્મોલ- મિડકેપ્સમાં ફરી ચાલુ થયેલી ધૂંઆધાર ખરીદીનો ટેકો |
વિદેશી નાણાકાય સંસ્થાઓની નજર ભારતી શેર્સ ઉપર રહેવા સાથે ખરીદી વધવાનો આશાવાદ