અમદાવાદઃ સોમવારે સપ્તાહની શરૂઆત પોઝિટિવ ગ્લોબલ સમાચારો સાથે થઇ હતી. પરંતુ ભારતીય શેરબજારો તેને પચાવી શક્યા નહોતા. છેલ્લે 62 પોઇન્ટની નરમાઇ સાથે નિફ્ટી 17895 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું છે. જે દર્શાવે છે કે માર્કેટમાં આકસ્મિક નેગેટિવ સમાચારોને બાદ કરતાં ખરાબીનું કોઇ મોટું કારણ હાલ જણાતું નથી. ટેકનિકલી નિફ્ટી તેની 20 દિવસીય 18050 પોઇન્ટની એવરેજને ક્રોસ કરવામાં નિષ્ફળ ગયો છે. આગલાં દિવસના સુધારાને રિવર્સલ શેડિંગ કરી રહ્યો છે. જોકે, શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજિસ પોઝિટિવ સંકેત આપી રહી છે. 18250 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ અને નીચામાં 17737 પોઇન્ટ રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY17895BANK NIFTY42168IN FOCUS
S117816S141918ABB (B)
S217737S241667POWERGRID (B)
R118012R142567LT (S)
R218129R242966BANKBARODA (S)

BANK NIFTY OUTLOOK: SUPPROT 41918- 41667, RESISTANCE 42567- 42966

સોમવારે 204 પોઇન્ટના લોસ સાથે બેન્ક નિફ્ટી પણ 42167 પોઇન્ટની સપાટીએ બંધ રહેવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. બેન્ક નિફ્ટી તેની 20 અને 50 દિવસીય એસએમએ  (42700 પોઇન્ટ) એવરેજને ક્રોસ કરવામાં નિષ્ફળ ગયો છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 41918- 41667 પોઇન્ટની સપાટીઓ મહત્વની સપોર્ટ અને 42567- 42966 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એનાલિસ્ટ સલાહ આપી રહ્યા છે.

Market Lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)