NIFTY OUTLOOK: SUPPORT 17646- 17570, RESISTANCE 17804- 17887
અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ શરૂઆતી સુધારા બાદ ધીરેઘીરે ઘટવાની શરૂઆત કરી હતી. જેમાં 17811 પોઇન્ટથી 17653 પોઇન્ટ સુધીની રેન્જમાં રમી છેલ્લે 43 પોઇન્ટના ઘટાડા સાથે 17222 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. ટેકનિકલી જોઇએ તો શોર્ટ અને મિડિટમ ટર્મ ટ્રેન્ડ હજી પણ નેગેટિવ ઇન્ડિકેશન આપે છે. જોકે, બીજીવાર એવું જોવા મળ્યું છે કે, તેણે લોંગર ટેઇલ ફોર્મેશનની રચના કરવા સાથે ઇન્ડિયા VIX 4 ટકા ઘટ્યો છે. હાલના સેટઅપ અનુસાર એવું જણાય છે કે, 17600- 17550 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લેવલ્સ સાબિત થશે. ઉપરમાં 17800- 18000 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ પૂરવાર થશે.
NIFTY | 17722 | BANK NIFTY | 41491 | IN FOCUS |
S1 | 17646 | S1 | 41180 | ABB (B) |
S2 | 17570 | S2 | 40870 | UPL (B) |
R1 | 17804 | R1 | 41716 | CIPLA (B) |
R2 | 17887 | R2 | 41941 | JSW STEEL (S) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 41180- 40870, RESISTANCE 41716- 41941
સોમવારે બેન્ક નિફ્ટીએ પણ સાંકડી વધઘટના અંતે છેલ્લે 116 પોઇન્ટના સુધારા સાથે 41631 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ નેચરલ રહી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં સેન્ટિમેન્ટ સાવચેતીનું છે. ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટીને 41180- 40870 પોઇન્ટ આસપાસ સપોર્ટ મળી રહેવો જોઇએ. તેજ રીતે 41716- 41941 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
Economic Calendar: 08.02.2023
10.00 am | Reserve Bank of India Credit Policy (Expected: 6.50% versus Previous: 6.25%) |
12.00 pm | Reserve Bank of India Press Conference |
12.30 pm | EURO German Industrial Production m/m (Expected: -0.7% versus Previous: 0.2%) |
19.45 pm | U.S. FOMC Member Williams Speaks |
00.15 am | U.S. FOMC Member Waller Speaks |
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)