અમદાવાદઃ બે દિવસનો સુધારો બૂમરેંગ સાબિત થયો!! બુધવારે માર્કેટમાં ફરી પાછું સેલિંગ પ્રેશર રહેતાં નિફ્ટીએ તેની 18100 પોઇન્ટની સપોર્ટ લાઇન તોડી નાંખી, છેલ્લે 190 પોઇન્ટ ઘટી 18043 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો. માર્કેટબ્રેડ્થ પણ ફરી નેગેટિવ બની છે. માર્કેટ સેન્ટિમેન્ટ અને તેજીવાળા બન્ને હાલ તો સાઇડલાઇન થયેલા જણાય છે.

ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, નિફ્ટી 18200 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ કૂદાવવામાં નિષ્ફળ ગયો છે. ડેઇલી ચાર્ટ ઉપર 20 ડે ઇએમએ આસપાસ બેરિશ પેટર્ન રચાયેલી છે. મિડિયમ ટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર નેગેટિવ સિગ્નલ્સ મળી રહ્યા છે. શોર્ટટર્મ સિગ્નલ્સ પણ મંદીવાળાઓની ફેવર કરી રહ્યા છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે 18184- 18325ના મહત્વના રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી તેજીના વેપાર માટે રાહ જોવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે. નીચામાં 18162 અમે 17774 પોઇન્ટની અતિ મહત્વની સપાટીઓ ધ્યાનમાં રાખીને તેજીના વેપારમાં ઊભા રહેવાની પણ સલાહ આપી રહ્યા છે.

NIFTY18043BANK NIFTY42959INFOCUS
S-117961S-142686VOLTAS (B)
S-217880S-242412DIVIS LAB (B)
R-118184R-143405BAJAJ AUTO (S)
R-218325R-243852SBI CARDS (S)
Market lens by Reliance Securities

BANK NIFTY OUTLOOK: SUPPORT 42686- 42412, RESISTANCE 43405- 43852

બુધવારે બેન્ક નિફ્ટીએ શરૂઆત ગેપઅપથી કરી હતી. પરંતુ પાછળથી ઇન્ટ્રાડે ટ્રેડમાં 42900નું સબ લેવલ બતાવી દીધું હતું. છેલ્લે 466 પોઇન્ટના લોસ સાથે 42959 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ નેગેટિવ બન્યા છે. તે જોતાં 42687- 42412 પોઇન્ટનો સપોર્ટ ગુમાવે તો સેક્ટોરલ શેર્સમાંથી એક્ઝિટ કે પ્રોફીટ બુકિંગ કરતાં રહેવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

લૌરસ લેબ370-380ની રેન્જમાં વર્ષ માટે ખરીદવા ભલામણ

ટેકનિકલી વીક બનેલો આ શેર મજબૂત ફન્ડામેન્ટલ્સ ધરાવે છે. કેટલાંક બ્રોકરેજ હાઉસ દ્વારા કોર્નરીંગ થઇ રહ્યું હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. આ શેર એક વર્ષમાં જ 50 ટકા અને 3 વર્ષમાં બમણું રિટર્ન આપી શકે તેવો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)