મુંબઇ: અમુક ચોક્કસ કોમોડિટીમાં જોવા મળેલી વિશેષ લેવાલીનાં કારણે  કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા બાકી માહોલ નરમ હતો. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૦૭૩.૦૦ ખુલી સાંજે ૭૯૨૮.૬૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૭ રૂપિયા ખુલી ઉંચામાં ૮૧૦૭ તથા નીચામાં ૮૧૦૭ રૂપિયા થઇ સાંજે ૮૧૦૭ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  ગુવારગમનાં  વાયદા કારોબાર ૨૨૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૩ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે કપાસિયા ખોળ, જીરૂ, હળદર તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ તથા સ્ટીલનાં  ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.   એરંડાના ભાવ ૭૨૧૪ રૂપિયા ખુલી ૭૧૮૦ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૬૯ રૂપિયા ખુલી ૧૪૬૯ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૦૭૧ રૂપિયા ખુલી ૩૧૧૭ રૂપિયા, ધાણા ૮૦૨૦ રૂપિયા ખુલી ૭૯૮૬ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૫૯૫૬ રૂપિયા ખુલી ૫૮૭૪ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૬૦૦ રૂપિયા ખુલી ૧૨૪૧૦ રૂપિયા, જીરાનાં ભાવ ૩૩૪૮૦ રૂપિયા ખુલી ૩૪૧૬૦ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૮૭.૦૦ રૂપિયા ખુલી ૧૬૯૮ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૮૯૪૦ ખુલી ૪૮૮૩૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૭૮૩૨ રૂપિયા ખુલી ૭૯૫૮ રૂપિયા બંધ રહ્યા હતા.