નિકોન ઈન્ડિયાનો મિરરલેસ કેમેરા નિકોન ZF લોન્ચ
ગાંધીનગર, 14 ઓક્ટોબર: નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે નિકોન કોર્પોરેશનની 100% પેટાકંપની અને ઇમેજિંગ ટેક્નોલોજી લીડર છે, તેણે ગુજરાતમાં નિકોન ઝેડ એફ રજૂ કર્યો. જે વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીની કળાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ઇમેજિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે, નિકોન ઝેડ એફ ફૂલ-ફ્રેમ સેન્સર, એક્સ્પીડ 7 ઇમેજ-પ્રોસેસિંગ એન્જિન અને ટોચના સ્તરના વિશિષ્ટતાઓથી સજ્જ છે, જે નિકોન મિરરલેસ ફ્લેગશિપ પ્રોડક્ટ્સ – નિકોન ઝેડ 9 અને ઝેડ 8 સાથે સમકક્ષ છે. નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન કુમારે ગાંધીનગરમાં શરૂ થયેલા પ્રીમિયર ઈમેજીંગ એક્ઝિબિશન, ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વિડિયો ટ્રેડ ફેરમાં Nikon સ્ટોલ નંબર-એ2 ખાતે નિકોન ઝેડ એફ લોન્ચ કર્યોં હતો.
સજ્જન કુમારે જણાવ્યું કે નવો કૅમેરો ફુલ-ફ્રેમ ઝેડ ફેમિલીમાં નવીનતમ ઉમેરો છે, જે બહુમુખી અને નવીન હાઇબ્રિડ સુવિધાઓ પ્રદાન કરે છે. ઝેડ એફ કેમેરા લગ્ન અને ફેશન ફોટોગ્રાફર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં ઝેડ મિરરલેસ કેમેરા અને લેન્સની અમારી સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન પણ કરવામાં આવશે. નિકોનની અસાધારણ કેમેરા લાઇનઅપ ઝેડ 8, ઝેડ 9, ઝેડ 6।।, ઝેડ 5 અને ઝેડ 7।। જેવા ઉચ્ચ માંગવાળા મોડલ્સનો સમાવેશ થાય છે, નિકોન ઝેડ એફના લોન્ચિંગ સાથે, નિકોન ઈન્ડિયાએ NIKKOR Z 600mm f/6.3 VR Sની પણ જાહેરાત કરી હતી, જે NIKKOR Z S-Line સિરીઝમાં નવીનતમ એસ-લાઇન સુપર-ટેલિફોટો પ્રાઇમ લેન્સ છે, જે સ્ટિલ અને વિડિયો બંનેને કૅપ્ચર કરવા માટે ઑપ્ટિમાઇઝ કરેલ છે. કોમ્પેક્ટ ડિઝાઇન અને નિકોન ઝેડ એફ સાથે સારી રીતે સુસંગત છે. વધુમાં, બ્રાન્ડે NIKKOR Z 135mm f/1.8 S Plena, નવીનતમ કોમ્પેક્ટ બોડી NIKKOR Z S-Line શ્રેણીના લેન્સ રજૂ કર્યા છે.