મુંબઇ, 9 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ભારતીય ઉદ્યોગના વિવિધ ક્ષેત્રો પર ધ્યાન સાથે ખાસ તૈયાર કરાયેલી તેની પ્રથમ ગહન વર્કશોપ પૂરી થવાની કરી છે. આ મહત્વની ઇવેન્ટ્સ બે અલગ અલગ સ્થળે બે દિવસમાં યોજાઈ હતીઃ પહેલી મુંબઈમાં 3 એપ્રિલ, 2024ના રોજ અને બીજી નવી દિલ્હીમાં 5 એપ્રિલ, 2024ના રોજ. સમગ્ર દિવસ લાંબી ચાલેલી આ ‘Deep Dive in Green, Social, and Sustainability (GSS) Bonds Issuance Process’ ટાઇટલ હેઠળની વર્કશોપ્સ IFC REGIO ટેક્નિકલ આસિસ્ટન્સ ફેસિલિટી હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC), એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ દ્વારા સ્પોન્સર્ડ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટિવ (સીબીઆઈ) સાથે સંયુક્ત પ્રયાસોમાં હતી.

કેવળ વર્કશોપ કરતાં વિશેષ એવી આ પહેલ આપણા માર્કેટ્સ તથા સમાજ માટે ટકાઉ ભવિષ્ય ઘડવા માટે જીએસએસ બોન્ડ્સની શક્તિનો લાભ લેવા માટે ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પોલિસીમેકર્સ માટે મહત્વનો મુદ્દો સાબિત થઈ હતી. આ ટ્રેનિંગમાં ફાઇનાન્સ, રિયલ સેક્ટર અને વિવિધ અન્ય ઉદ્યોગોના સહભાગીઓએ ભાગ લીધો હતો જેમણે જીએસએસ બોન્ડ ઇશ્યૂ કરવાની કામગીરીની જાણકારી મેળવી હતી. ફાઇનાન્સ અને ટકાઉપણા અંગે નિષ્ણાંતોની આગેવાની હેઠળના સેશન્સમાં લેબલ્ડ બોન્ડ યુનિવર્સ, લેબલ્ડ બોન્ડ પ્રી અને પોસ્ટ ઇશ્યૂઅન્સ પ્રોસેસ તથા જીએસએસ બોન્ડ ઇશ્યૂ કરવા માટે જે-તે દેશ સંબંધિત પરિપ્રેક્ષ્ય જેવા વિષયોની ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી.

આઈએફએસસીએના ચેરપર્સન કે રાજારમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના વધતા પડકારને નાથવો ખૂબ જરૂરી છે અને ભારતમાં તેના માટે ગ્રીન, સોશિયલ અને સસ્ટેનેબિલિટી લિંક્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને મજબૂતપણે અપનાવવાની જરૂર ઊભી કરે છે. ગિફ્ટ આઈએફએસસીએ અગ્રીમ મોરચે છે, ખાસ કરીને ગિફ્ટ આઈએફએસસી ખાતે સ્વૈચ્છિક કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ ઊભું કરવામાં અને ભારતના અપડેટેડ એનડીસીમાં ઝડપી ગતિએ પ્રદાન કરવામાં, ત્યારે અમે ન કેવળ હરિયાળા ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.

NSEના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, જીએસએસ બોન્ડ્સ પરની અમારી વર્કશોપ ભારતની આબોહવા ફાઇનાન્સિંગ અંતરને પૂરું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. IFC, સીબીઆઈ, એચએસબીસી અને કિંગડમ ઓફ નેધરલેન્ડ્સ જેવા પ્રતિષ્ઠિત ભાગીદારો સાથે મળીને આ પહેલ એક ટ્રેનિંગ પ્રોગ્રામ કરતાં સવિશેષ છે – તે જીએસએસ બોન્ડની પરિવર્તનકારી શક્તિનો ઉપયોગ કરવા માટે લીડર્સ અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે એક સ્પષ્ટ કોલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાથે મળીને અમે ભવિષ્ય માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ જ્યાં રોકાણ સાથે સ્થિરતા વણાયેલી છે, એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવાનું લક્ષ્ય છે જે આપણા સહિયારા પર્યાવરણીય અને સામાજિક ધ્યેયો સાથે નાણાંકીય મિકેનિઝમ્સને સંરેખિત કરે છે, જે ભારતને તેની નેટ ઝીરો મહત્વાકાંક્ષાઓ તરફ આગળ ધપાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)