અમદાવાદ, 12 માર્ચઃ  નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)ના બોર્ડે સમગ્ર રોકડ ઈક્વિટી અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એકંદર ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 1% કાપને મંજૂરી આપી છે. ચાર્જમાં ઘટાડો 1 એપ્રિલ, 2024થી લાગુ થશે, બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે. આ કટથી ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાંથી NSEની આવક પર વાર્ષિક ₹130 કરોડની એકંદર અસર થવાની ધારણા છે.

29 ફેબ્રુઆરી, 2024ના રોજ શેરબજારમાં નોંધાયેલા યુનિક રોકાણકારોની સંખ્યા 9 કરોડને વટાવી ગઈ હતી. એક્સચેન્જમાં નોંધાયેલા ક્લાયન્ટ કોડની કુલ સંખ્યા 16.9 કરોડ છે. વધુમાં, NSEએ ટેક્નોલોજી અને શિક્ષણ સહિત નોન-કોર બિઝનેસમાંથી બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે. ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાએ 60થી વધુ પક્ષો તરફથી રૂચિ દર્શાવાઈ છે. જેમાં 7 નોન-બાઈન્ડિંગ બિડ સબમિટ કરી હતી.

અંતે 2 ખરીદદારો પાસેથી અંતિમ ઓફર્સ પ્રાપ્ત થઈ હતી. અને સૌથી વધુ બોલી લગાવનારએ વિશિષ્ટ વાટાઘાટામાં પ્રવેશ કર્યો છે. Avendus ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તરીકે સેવા આપી હતી, જેને ડેલોઈટ ફોર ફાયનાન્સ એન્ડ ટેક્સ ડિલિજન્સ, ડેલોઈટ ટેક્સ એડવાઈઝર તરીકે અને ઈન્ડસ લો કાયદાકીય સલાહકાર તરીકે સપોર્ટ કરે છે. વેચાણ પૂર્ણ થવાની અપેક્ષિત તારીખ 31 માર્ચ 2024 છે.

સંપૂર્ણ માલિકીની પેટા કંપની NSEIT લિમિટેડ તેનો ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ રૂ. 1000 કરોડમાં વેચી રહી છે. જેમાં NSEIT US, Aujas Cybersecurity Limited, અને CXIO Technologies Limited સહિતની પેટા કંપનીઓ પણ સામેલ છે. ડિજિટલ ટેકનોલોજી બિઝનેસ માટે એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ.425-475 કરોડની રેન્જમાં હોવાની અપેક્ષા છે. એનએસઈઆઈટીના સ્ટેન્ડઅલોન બિઝનેસમાં ડિજિટલ એક્ઝામિનેશન અને ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ સમાવિષ્ટ છે. જેમાં હાલમાં જ ઈન્વેસ્ટકોર્પ દ્વારા ડિજિટલ ટેક્નોલોજી બિઝનેસ હસ્તગત કરવામાં આવ્યો છે.

FY23માં કુલ કામગીરીમાંથી આવક રૂ. 695 કરોડ હતી. જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં રૂ. 639 કરોડ થઈ છે. નેટવર્થ અનુક્રમે રૂ. 256.91 કરોડ અને રૂ. 327.60 કરોડ રહી છે.