અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય સ્ટોક એક્સચેન્જ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગ્લોબલ ઈન્ડેક્સમાં નાસડેક સિવાય અન્યની તુલનાએ એનએસઈ નિફ્ટી500એ આકર્ષક પ્રદર્શન આપી અગ્રણી સ્થાન મેળવ્યું છે.  છેલ્લા 10 વર્ષમાં નિફ્ટી500એ 16 ટકા, જ્યારે એસએન્ડપી500એ 15.4 ટકા રિટર્ન આપ્યું છે. નાસડેક 21.5 ટકા રિટર્ન સાથે ટોપ પર રહ્યો હતો.

મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ દ્વારા જારી સ્ટડી રિપોર્ટ અનુસાર, છેલ્લા 10 વર્ષમાં આકર્ષક રિટર્ન સાથે વિશ્વની ટોચની ઈન્ડાઈસિસમાં નિફ્ટી500 બીજા ક્રમે છે. જ્યારે નાસડેક 21.5 ટકા રિટર્ન સાથે પ્રથમ રહ્યો છે.

  Data LabelNifty 500 (India)S&P 500 (USA)NASDAQ 100 (Tech)MSCI Emerging Mkt (EM)MSCI EAFE (Dev mkt Ex-US)
5 Yrs.10.3%-1.0%-2.2%9.3%3.3%
5 Yrs.17.8%23.9%31.7%20.9%18.6%
5 Yrs.14.6%11.2%16.1%4.5%3.5%
5 Yrs.17.5%19.8%27.2%7.7%12.5%
10 Yrs.14.0%10.7%13.5%15.0%10.7%
10 Yrs.16.0%15.4%21.5%6.1%7.9%
નોંધઃ 2003થી 2023 સુધીનો ડેટા છે. સ્ત્રોત- MOAMC, NSE, બ્લૂમબર્ગ અને ફેક્ટસેટ. તમામ બેન્ચમાર્ક પ્રદર્શન INR કુલ વળતરમાં

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પેસિવ ફંડ્સના હેડ પ્રતિક ઓસવાલે જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકામાં, ભારત વૈશ્વિક અર્થતંત્રમાં 10માં સ્થાનેથી 5માં સ્થાને પહોંચ્યું છે. ઉદ્યોગના નિષ્ણાતોના અનુમાન 2030 સુધીમાં રેન્કિંગમાં વધુ ઉછાળો સૂચવે છે. ભારતના મજબૂત વૃદ્ધિના લક્ષ્યાંક સાથે આકર્ષક રિટર્ન મળવાની અપેક્ષાએ રોકાણકારો મોટાપાયે પેસિવ ફંડમાં રોકાણ કરવાની તકો શોધી શકે છે.”

“નિફ્ટી 500 ઇન્ડેક્સ 90%થી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન કવરેજ સાથે ભારતીય ઇક્વિટીને વ્યાપક એક્સપોઝર પ્રદાન કરે છે. લાર્જ, મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં સારી રીતે સંતુલન સાથે આ ઈન્ડેક્સ વ્યક્તિગત શેરો અને સેક્ટોરલ એલોકેશન બંનેમાં મજબૂત વૈવિધ્યતા દર્શાવે છે. નોંધનીય છે કે, નિફ્ટી 500 એ તેજીના બજારના તબક્કાઓ દરમિયાન નિફ્ટી 50 કરતાં ઉમદા પ્રદર્શન કર્યું છે, જ્યારે તે મંદી સામે મિડ અને સ્મોલકેપ્સની તુલનાએ વધુ સ્થિતિસ્થાપકતા પણ પ્રદાન કરે છે.” 

છેલ્લા 10 વર્ષમાં એનર્જી અને ફાઈનાન્સિયલ શેરોમાં તેજી

Data LabelNifty 500Nifty AutoNifty EnergyNifty Fin ServiceNifty IT
5 Yrs.10.3%2.9%12.9%15.9%-0.8%
5 Yrs.17.8%40.0%7.7%21.1%36.0%
5 Yrs.14.6%12.8%14.6%20.7%10.8%
5 Yrs.17.5%16.4%21.2%13.9%22.1%
10 Yrs.14.0%20.1%10.2%18.5%16.1%
10 Yrs.16.0%14.6%17.8%17.2%16.3%

સ્ટડી રિપોર્ટ દર્શાવે છે કે, એનર્જી, આઈટી, અને ફાઈનાન્સિયલ સેક્ટર છેલ્લા 10 વર્ષમાં બેસ્ટ પર્ફોર્મર રહ્યા છે. એનર્જી સેક્ટરમાં 17.8 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિઝ 17.2 ટકા અને આઈટી ઈન્ડેક્સ 16.3 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે. આ સિવાય 2003-2013 દરમિયાન એફએમસીજી 21.8 ટકા, ઓટો 20.1 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ 18.5 ટકા રિટર્ન સાથે ટોપ 3 પર્ફોર્મર રહ્યા હતા.

“મોતીલાલ ઓસ્વાલ નિફ્ટી 500 ઈન્ડેક્સ ફંડે ચાર વર્ષમાં પ્રશંસનીય ટ્રેક રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે હાલમાં 31 જાન્યુઆરી, 2024 સુધીમાં INR 674.61 કરોડની કુલ અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AUM) ધરાવે છે. પ્રભાવશાળી રીતે, ફંડ જાળવી રાખે છે. 0.04% (4 બેસિસ પોઈન્ટ) ની અપવાદરૂપે ઓછી ટ્રેકિંગ ભૂલ, નિફ્ટી 500 ઈન્ડેક્સના પ્રદર્શન સાથે નજીકથી સંરેખિત થવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

સ્મોલકેપ અને લાર્જકેપ કરતાં મિડકેપ બેસ્ટ પર્ફોર્મર રહ્યું

લાર્જ, મિડ અને સ્મોલ કેપ્સમાં, નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સે 2013-2023 દરમિયાન સૌથી વધુ 20.3% અને ત્યારબાદ નિફ્ટી સ્મોલકેપ 100 (17.3%) અને નિફ્ટી 50 ઈન્ડેક્સ (14.6%)નું સૌથી વધુ રિટર્ન નોંધ્યું છે. 2003-2013 દરમિયાન પૂરા થતા 10 વર્ષોમાં, નિફ્ટી 50, નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 એ 14%-15%ની રેન્જમાં રિટર્ન આપ્યું છે.

Data LabelNifty 500Nifty 50Nifty Midcap 100Nifty Smallcap 100
5 Yrs.10.3%11.2%11.3%12.6%
5 Yrs.17.8%17.7%18.3%16.6%
5 Yrs.14.6%12.9%18.6%15.0%
5 Yrs.17.5%16.2%22.0%19.8%
10 Yrs.14.0%14.4%14.8%14.6%
10 Yrs.16.0%14.6%20.3%17.3%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)