જૂન 2022 સુધીમાં, રોકાણકારોની કુલ સંખ્યા 3.50 કરોડની સપાટી ક્રોસ

કોઇપણ જાતના અભ્યાસ, અનુભવ અને આવડત સિવાય સીધા ઇક્વિટી માર્કેટમાં ઝંપલાવવું એટલે 40 ફુટની હાઇટથી તરતા આવડે કે ના આવડે સીધા સ્વીમિંગ પુલમાં જમ્પ મારીને હાડકાં ખોખરા કરવા જેવું સાબિત થઇ શકે છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ખાસ કરીને તેમાં ઇક્વિટી એસઆઇપીમાં સલામતી અને સંપત્તિ સર્જન બન્ને આશય સોલ્વ થઇ શકે છે. તેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. રોકાણકારોને શિક્ષિત કરવાના ઉદ્યોગના સામૂહિક પ્રયાસોને કારણે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા વધી રહી છે. ઉપરાંત, ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સે લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે વ્યાજબી રીતે સલામત, અનુકૂળ અને પારદર્શક માર્ગ તરીકે SIP ને પ્રોત્સાહન આપ્યું છે, જેણે નિઃશંકપણે રોકાણકારોમાં ઘણો રસ પેદા કર્યો છે. કોવિડ-19 જેવી ક્રાઇસિસ દરમિયાન ઘણા લોકો પસાર થયા હતા. તેઓને હવે રોકાણનું મહત્વ સમજાયું છે.

શિસ્ત અને ધીરજ દ્વારા વળતર જનરેશનનો સંદેશ રોકાણકારો સુધી સારી રીતે પહોંચ્યો છે. તેઓ હવે ડાયરેક્ટ ઇક્વિટી કરતાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેમની રોકાણ યાત્રા શરૂ કરવાનું પસંદ કરે છે. ઘણા વર્તમાન MF રોકાણકારો તેમના મિત્રો અને પરિવારના સભ્યોને MF ઉદ્યોગમાં લાવ્યા છે. છેલ્લા એક વર્ષમાં, ઘણા વર્તમાન રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી સારો અનુભવ કર્યા પછી રેફરલ કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે સંપર્કઃ મહેશ ત્રિવેદી 9909007975 (વ્હોટ્સેપ)