અમદાવાદઃ નાયકા બ્રાન્ડ ધરાવતી કંપી FSN E-Commerce Venturesના શેરનો ભાવ મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન તેની રૂ. 1125ની ઇશ્યૂ પ્રાઇસ કરતાં પણ નીચે ઉતરી રૂ. 1112 આસપાસ થઇ ગયો હતો. જે 2.03 ટકાનો ઘટાડો દર્શાવે છે. છએલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં 2 ટકા ઊપરાંત અને એક માસમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રિ- આઇપીઓ શેરધારકોનો લોકઇન પિરિયડ તા. 10 નવેમ્બરના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તે જોતાં આ શેરમાં 30-35 ટકા સુધી ઘટાડાની સંભાવના વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી વ્યક્ત થઇ રહી છે. તા. 10 નવેમ્બર-21ના રોજ કંપનીનો આઇપીઓ શેરદીઠ 79 ટકાના જંગી પ્રિમિયમ સાથે બમ્પર લિસ્ટેડ થયો હતો.