દબાણ અને અસહ્ય પડકારોને કારણે 13% લોકો વહેલી નિવૃત્તિના મૂડમાં

50% માને છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારે ઘટાડો કરવો જોઈએકુટુંબનો સંપૂર્ણ ખર્ચ +50નો નેટ સ્કોર સૂચવે છે, જે 2 પોઇન્ટનો ઘટાડો છે
37% માટે આવશ્યક ઉત્પાદનોનો એકસમાન વપરાશ વધ્યો, જે 3 માસમાં સૌથી વધુ35% કુટુંબો માટે આરોગ્ય ઉપભોગ વધ્યો, જે ગયા મહિનાથી 1% ઓછો છે
સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં જાહેર કરેલા ઘટાડાથી 22% સંતુષ્ટ છેકામના ભારણને કારણે 13% વહેલાસર નિવૃત્તિની યોજના ધરાવે છે

મુંબઈઃ કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દાઓ પર માસિક વિશ્લેષણ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (સીએસઆઇ)ના લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. જુલાઈ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આવશ્યક અને બિનઆવશ્યક એમ બંને પ્રકારની ચીજવસ્તુઓના ઉપભોગમાં ઘટાડો થયો છે, આ ટ્રેન્ડ છેલ્લાં ત્રણ મહિનાથી જોવા મળે છે. ચાલુ મહિનાના સર્વેમાં ઇંધણની કિંમતો અને વહેલાસર નિવૃત્તિ લેવા માટેના કારણો વિશે પણ જાણકારી મેળવવામાં આવી છે. જુલાઈનો નેટ CSI સ્કોર +9 થયો હતો, જે ગયા મહિને +10 હતો, જે આંશિક 1 પોઇન્ટનો ઘટાડો સૂચવે છે. આ સ્કોરની ગણતરી સેન્ટિમેન્ટમાં ટકાવારીના વધારામાંથી સેન્ટિમેન્ટમાં ટકાવારીની બાદબાકી પરથી કરવામાં આવી છે.

આ સેન્ટિમેન્ટમાં પાંચ પ્રસ્તુત પેટાસૂચકાંકોમાં ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ રજૂ થયું છે

  1. સંપૂર્ણ કૌટુંબિક ખર્ચ,
  2. આવશ્યક અને બિનઆવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ,
  3. હેલ્થકેર પર ખર્ચ,
  4. મીડિયા ઉપભોગની આદતો અને
  5. મોબિલિટીના વલણો.

CSI રિપોર્ટ પર એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ કહ્યું હતું કે, સમયની સાથે ઉપભોક્તા ખર્ચ સ્થિતિ જાળવી રાખવાના પૂર્વગ્રહ પર પહોંચી ગયો છે, જેમાં ઉપભોગમાં વધારો કરવાની આતુરતા મર્યાદિત છે. આ માટે મુખ્યત્વે મોંઘવારી અને મહામારી પછીની અસરો જવાબદાર છે, જેણે ઉપભોક્તાઓ માટે તેમની સામાન્ય આવક મહામારીના પૂર્વ સ્તરે પહોંચી હોવાનું માનવાનું મુશ્કેલ બનાવી દીધું છે. જ્યારે આ અસરને ઓછી કરવા સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો કર્યો છે, ત્યારે હજુ પણ મોટા ભાગના ઉપભોક્તાઓ તેમાં વધારા ઘટાડાને ઇચ્છે છે. ડિજિટલ વ્યૂઅરશિપમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઉપભોક્તા અભિગમની દ્રષ્ટિએ સારી એવી સંખ્યામાં ઉપભોક્તાઓ બ્રાન્ડની સાખના આધારે તેમની ખરીદીનો નિર્ણય લે છે અને ખરીદી માટે તેમનું બીજું મહત્વપૂર્ણ પરિબળ કિંમત છે, જે ભારતીય ઉપભોક્તાઓની પરિપક્વતમાં વધારો દર્શાવે છે.

મુખ્ય તારણો:

59% કુટુંબો માટે ઘરગથ્થું ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 2%ના ઘટાડાને પ્રતિબિંબિત કરે છે. ગયા મહિને નેટ સ્કોર +52 હતો, જે આ મહિને -2 ઘટીને +50 થયો છે.પર્સનલ કેર અને ઘરગથ્થું ચીજવસ્તુઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ 37% કુટુંબો માટે એકસમાન જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી 4% વધ્યો છે. જોકે 44% કુટુંબો માટે ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાથી 2%નાના ઘટાડા (એટલે કે 46%)ને પ્રતિબિંબિત કરે છે. ગયા મહિને નેટ સ્કોર +26 હતો, જે ચાલુ મહિને -1 ઘટીને +25 થયો હતો.
એસી, કાર અને રેફ્રિજરેટર જેવા બિનઆવશ્યક અને વિવેકાધિન ઉત્પાદનો પર ખર્ચ 88% કુટુંબો માટે એકસમાન જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી 2% વધારાને પ્રતિબિંબિત કરે છે. જોકે ફક્ત 6% કુટુંબો માટે ખર્ચમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી 2%ના ઘટાડાને સૂચવે છે. ગયા મહિને નેટ સ્કોર +2 હતો, જે આ મહિને ઘટીને 0 થયો હતો.આરોગ્ય સાથે સંબંધિત વપરાશની ચીજવસ્તુઓ 51% કુટુંબો માટે વધતાઓછા અંશે એકસમાન જળવાઈ રહી છે, જેમાં ગયા મહિનાથી 2%નો વધારો થયો છે. 35% કુટુંબો માટે વપરાશમાં વધારો થયો છે, જે ગયા મહિનેથી 1%નો ઘટાડો સૂચવે છે. નકારાત્મક સૂચિતાર્થ એટલે કે જેટલો ખર્ચ ઓછો તેટલું સેન્ટિમેન્ટ વધારે ધરાવતા હેલ્થનો નેટ સ્કોર -21 છે, જે ગયા મહિને જેટલો છે.
મીડિયાનો વપરાશ 62% ઉત્તરદાતાઓ માટે એકસમાન જળવાઈ રહ્યો છે, જે ગયા મહિનાથી 4% વધ્યો છે. 17 કુટુંબો માટે વપરાશમાં વધારો થયો છે, જે ગયા મહિનાથી કુલ 3%નો ઘટાડો છે. સંપૂર્ણપણે નેટ સ્કોર ગયા મહિને -2 હતો, જે આ મહિને -3 છે.86% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંકા વેકેશન, મોલ્સ અને રેસ્ટોરામાં અગાઉની જેમ જાય છે, જેમાં ગયા મહિનાથી 1%નો ઘટાડો થયો છે. 7% કુટુંબ માટે જ પ્રવાસમાં વધારો થયો છે, જે ગયા મહિના જેટલો છે. સંપૂર્ણ મોબિલિટી નેટ સ્કોર 0 છે.