અમદાવાદ, 5 જૂનઃ પેમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની પેટીએમ એ તેના મે 2023માં પૂરા થયેલા બે માસના તેના બિઝનેસ ઓપરેટિંગ પરફોર્મન્સની સોમવારે જાહેરાત કરી છે. મે મહિનામાં પૂરા થયેલા બે માસ દરમ્યાન  9.2  કરોડને આંકડે પંહોચીને વૃધ્ધિમાં વાર્ષિક ધોરણે 24 ટકાના વધારા સાથે સરેરાશ માસિક  ટ્રાન્ઝેક્ટિંગ  યુઝર્સ (એમટીયુ)ના ઉપયોગમાં પેટીએમ સુપર એપ્પ ઉપર ગ્રાહકોમાં વધારો જોવા મળ્યો છે અને ઓફ્લાઈન પેમેન્ટમાં મે માસમાં 4 લાખ ડિવાઈસિસ ડિપ્લોય કરીને  નવુ 75 લાખનુ સિમાચિન્હ હાંસલ કર્યુ છે. પેટીએમના મર્ચન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ મારફતે મે 2023માં પૂરા થયેલા બે માસ દરમ્યાન  ટોટલ મરચન્ટ ગ્રોસ મર્ચન્ડાઈસ વોલ્યુમ (જીએમવી)નુ સરેરાશ વોલ્યુમ વાર્ષિક ધોરણે 35 ટકાના વધારા સાથે રૂ. 2.65 લાખ કરોડ (32.1 અબજ ડોલર) સુધી પહોંચ્યુ છે. ટોચની ધિરાણ સંસ્થાઓની ભાગીદારીમાં આ ફીનટેક જાયન્ટ નો લોન વિતરણ બિઝનેસમાં વધારો જોવા મળ્યો છે અને મે 2023માં પૂરા થયેલા બે માસ દરમ્યાન વાર્ષિક  169 ટકાના વધારા સાથે તે  રૂ. 9618 કરોડ ($1.1. અબજ) સુધી પંહોચ્યો છે. આ બે માસ દરમ્યાન ધિરાણની ચૂકવણી 54 ટકા વધીને 85 લાખ લોન થઈ છે. પેટીએમ હાલમાં  7 મોટા અગ્રણી ધિરાણ પાર્ટનર્સ ધરાવે છે. અને નાણાંકિય વર્ષ 2024 દરમ્યાન  3થી 4 નવા પાર્ટનર્સનો ઉમેરો કરવાનું ધ્યેય ધરાવે છે.