• ભારતના નાના શહેર અને નગરોમાં  કાર્ડ મશીન પૂરાં પાડવાની વ્યવસ્થા ગોઠવાશે
  • યુપીઆઈ, ક્રેડિટ/ ડેબીટ કાર્ડઝ, નેટ બેંકીંગ, ઈન્ટરનેશનલ કાર્ડઝ, પેમેન્ટ પોસ્ટપેઈડ, પેટીએમ વૉલેટ અને ઈએમઆઈ જેવા ચૂકવણીના વિવિધ વિકલ્પો માટે એક જ સ્થળે સમસ્યા નિવારણ થશે

અમદાવાદ

બ્રાન્ડ પેટીએમની માલિકી ધરાવતા અને ભારતની સૌથી મોટી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસિસ તથા ક્યુઆર અને મોબાઈલ પેમેન્ટસની પાયોનિયર વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (OCL) દ્વારા આજે દેશના વેપારીઓમાં ડિજીટાઈઝેશનની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક સાથે કાર્ડ મશીન્સ મૂકવા માટે ભાગીદારી કરવામાં આવી છે. આ સહયોગની સાથે પેટીએમ અને જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક ભારતમાં ડિજીટલ પેમેન્ટસ ક્ષેત્રે ક્રાંતિને વધુ વેગ આપશે.

ચૂકવણીની અપાર ક્ષમતા ધરાવતા કંપનીના કાર્ડ મશીન્સ એક વ્યવસ્થિત ઉપાય બની રહ્યા છે અને મર્ચન્ટ પાર્ટનર્સ સાથે યુપીઆઈ, ક્રેડિટ/ ડેબીટ કાર્ડઝ, નેટ બેંકીંગ, ઈન્ટરનેશનલ કાર્ડઝ, પેટીએમ પોસ્ટપેઈડ, પેટીએમ વૉલેટ અને ઈએમઆઈ મારફતે ચૂકવણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ડિવાઈસીસમાં ત્વરિત વોઈસ એલર્ટ અને ત્વરિત સેટલમેન્ટની વ્યવસ્થા કરાઈ છે, જેનાથી મર્ચન્ટ પાર્ટનર્સને સુગમતા પ્રાપ્ત થઈ છે.

પેટીએમના લેન્ડીંગ અને હેડ- પેમેન્ટસ, ભાવેશ ગુપ્તા જણાવે છે કે “અમે ટેકનોલોજી આધારિત ઈનોવેશન્સ મારફતે પેટીએમના કરોડો વપરાશકારોનું સશક્તિકરણ કર્યું છે. પેટીએમના કાર્ડ મશીન્સ વિવિધ ફીચર્સ ધરાવતા ચૂકવણીના એવા વિકલ્પો પૂરાં પાડે છે કે જેના કારણે અમારા મર્ચન્ટ પાર્ટનર્સના બિઝનેસમાં મજબૂત વૃધ્ધિ થઈ છે. આ ભાગીદારીના કારણે અમે ભારતના નાના શહેરો અને નગરોમાં અમારા કાર્ડ મશીન્સ મૂકવાની વ્યવસ્થાનું વિસ્તરણ કર્યું છે.”

પેટીએમના કાર્ડ મશીન્સ વેપારીઓને વિવિધ ચૂકવણીઓની વ્યવસ્થા મારફતે પેમેન્ટ સ્વિકારવાની સગવડ પ્રાપ્ત થાય છે. સુસંકલિત બીલીંગ અને ચૂકવણીઓ, કસ્ટમાઈઝ્ડ સોલ્યુશન્સ અને મતભેદની પતાવટ માટેની વ્યવસ્થાને કારણે પેટીએમની ઓલ-ઈન-વન પીઓએસ ડિવાઈસ વેપારીઓના રોજબરોજના બિઝનેસ માટે ગેમ ચેન્જર બની રહી છે.