સૌરવ ગાંગુલી બ્રાન્ડ એમ્બેસેડર

કોલકાતા: યુનિવર્સલ બેન્ક બંધન બેન્કે સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. લોકપ્રિય રીતે દાદા અને ભારતીય ક્રિકેટના મહારાજા તરીકે ઓળખાતાં સૌરવ ગાંગુલી બેન્કના બ્રાન્ડ મેસેજને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે તથા બેન્કના ઉત્પાદનો અને સેવાઓને પ્રસ્તુત કરશે.

બેન્ક દેશમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 34માં એના 5,644 બેંકિંગ આઉટલેટ ધરાવે છે. આ અંગે બંધન બેન્કના એમડી અને સીઇઓ ચંદ્રશેખર ઘોષે કહ્યું હતું કે, “સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કપ્તાનો પૈકીના એક છે, તેમની દૂરદ્રષ્ટિ, સમર્પણ અને રમત પ્રત્યે કટિબદ્ધતાની જેવા જ મૂલ્યો બંધન બેન્ક પણ ધરાવે છે. આ જોડાણથી અમને વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમારી બ્રાન્ડ વિશે જાગૃત્તિ અને ગ્રોથ વધશે.

બેન્ક એસેટ પોર્ટફોલિયોનું ડાઇવર્સિફિકેશન, લોકોની ક્ષમતા વધારવી, નવા પ્રતિભાસંપન્ન લોકોની ભરતી, ઇન-હાઉસ ટેકનોલોજી, એનાલિટિક્સ અને ડિજિટલ ક્ષમતાઓ વિકસાવવી અને ગ્રાહક સાથે જોડાણ વિકસાવીને કાસા (કરન્ટ એકગાઉન્ટ સેવિંગ્સ એકાઉન્ટ)નું કોન્સોલિડેશન કરવા જેવી બાબતો પર કામ કરી રહી છે. આ વર્ષે 551 બ્રાન્ચ શરૂ કરવાની યોજના ધરાવે છે.

વોટર અને એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ માટે ઓર્ડર્સ

મુંબઈઃ એલએન્ડટી કન્સ્ટ્રક્શનના વોટર અને એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ બિઝનેસ માટે ગુજરાત સરકારના નર્મદા જળ સંસાધન, પાણીનો પુરવઠો અને કલ્પસર વિભાગ પાસેથી તાપર ડેમથી નિરોણા ડેમ (ઉત્તર લિન્ક) સુધી પમ્પિંગ સિસ્ટમ અને પાઇપલાઇન કામનો અમલ કરવા પુનરાવર્તિત ઓર્ડર મેળવ્યો છે. જે ગુજરાતમાં સૌથી મોટો ઓર્ડર છે.

કામગીરીમાં ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન કાર્યો સાથે પમ્પ હાઉસ અને પાઇપલાઇનની ડિઝાઇન, સપ્લાય, નિર્માણ અને અમલીકરણ સંકળાયેલું છે. ટર્નકી પ્રોજેક્ટનો ઉદ્દેશ ગુજરાતના કચ્છ જિલ્લામાં હાલના જળાશયો ભરીને જળ સંસાધનોનો મજબૂત કરવાનો છે, જે 36,392 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા આપશે.

ઓર્ડર કૃષિ વિકાસ અને જળ સંરક્ષણના મોટા લક્ષ્યાંક સાથે ધરતીકંપ સંવેદનશીલ વિસ્તારોમાં સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરવા એલએન્ડટીની ક્ષમતામાં ગ્રાહકના વિશ્વાસને વ્યક્ત કરે છે.