અમદાવાદ, ફેબ્રુઆરી, 2023: ભારતની કુલ ફાર્મા નિકાસોમાં ગુજરાતના અંદાજે 30 ટકા યોગદાન, કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં એક તૃતયાંશ હિસ્સેદારી તેમજ મોટી સંખ્યામાં ફાર્મા કંપનીઓની રાજ્યમાં ઉપસ્થિતિ સાથે હવે ગુજરાતનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ મજબૂત વૃદ્ધિ, આક્રમક વિસ્તરણ સાથે એક મહત્વપૂર્ણ ભૂમિકાના આગામી તબક્કામાં પ્રવેશવા માટે સજ્જ છે. આ પહેલાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ (એપીઆઇ)ના ઉત્પાદન માટે ચાઇનિઝ કંપનીઓ ઉપર નિર્ભરતા વધુ હતું,  પરંતુ હવે સરકારની અનુકૂળ નીતિઓ તથા પ્રોત્સાહનોને પરિણામે ઘણી કંપનીઓએ રાજ્યમાં નવા એપીઆઇ મેન્યુફેક્ચરિંગ યુુનિટ્સ શરૂ કરવાની યોજનાઓ તૈયાર કરી છે, જેમાં ઘણી કંપનીઓએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે કોવિડ દરમિયાન સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પેદા થતાં એપીઆઇની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જોકે, હવે ગુજરાતે એપીઆઇના ઉત્પાદનનું નેતૃત્વ કરતાં દવાઓની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડાની અપેક્ષા છે.

ડબલ્યુએચઓ, જીએમપી અને ઇયુ-જીએમપીના ધોરણો મૂજબ અત્યાધુનિક ગુણવત્તાયુક્ત દવાઓના ઉત્પાદનમાં અગ્રેસર કાશમીક ફોર્મ્યુલેશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર મહાદેવભાઇ પટેલે જણાવ્યું હતું કે, એક જવાબદાર અને ગુણવત્તા ઉપર કેન્દ્રિત તરીકે અમે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણાં દેશોની દવાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા રિસર્ચ અને ઇનોવેશન ઉપર ભાર મૂક્યો છે. ગુજરાતમાં મજબૂત માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા નિયામકીય પ્રોત્સાહનોને કારણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે ઝડપી વૃદ્ધિ સાધી છે.

કાશમીક ફોર્મ્યુલેશન્સ ઓઇનમેન્ટ- લિક્વિડનું ઉત્પાદન એક વર્ષમાં શરુ કરશે

કાશમીક ફોર્મ્યુલેશન હાલમાં સાણંદ જીઆઇડીસી ખાતેના પ્લાન્ટમાંવાર્ષિક 10 લાખથી વધુ ટેબ્લેટ-કેપ્સ્યુલ્સનું ઉત્પાદન કરી રહી છે. 100થી વધુ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો ધરાવતી કંપનીએ જેબી કેમિકલ્સ સાથે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ સહયોગ ધરાવે છે. કંપની આગામી એક વર્ષમાં ઓરલ – લિક્વિડ મેડિસિન્સનું પણ ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. તે માટે વધારાના રૂ. 8 કરોડના રોકાણની તૈયારી કરી રહી છે. કંપની આગામી 2-3 વર્ષમાં એસએમઇ આઇપીઓ માટે પણ વિચારી રહી હોવાનું કંપનીના ડાયરેક્ટર મહાદેવભાઇ પટેલે જણાવ્યું હતું.