મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ પિરામલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (પીઇએલ)એ તેના ઇન્વેસ્ટર ડે દરમિયાન લાંબાગાળાની વૃદ્ધિ અને નફાકારકતા યોજના રજૂ કરી હતી. કંપની નાણાકીય વર્ષ 2028 સુધીમાં તેની એસેટ અન્ડ મેનેજમેન્ટ (AUM) બે ગણી વધારીને 1.2-1.3 લાખ કરોડ કરવાની યોજના ધરાવે છે. કંપની રિટેઇલ બિઝનેસ વધારીને રિટેઇલ બુક 67 ટકા અને હોલસેલ બુક 33 ટકા કરીને આ હાંસલ કરવાની આશા રાખે છે.

કંપની મજબૂત બેલેન્સ શીટ ધરાવે છે અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં રૂ. 4,600 કરોડના પ્રોફિટ આફ્ટર ટેક્સ (પીએટી) સાથે 3-3.3 ટકા કોન્સોલિડેટેડ રિટર્ન ઓન એસેટ (આરઓએ) સુધી પહોંચવાની આશા રાખે છે. વધુમાં કંપની તેના વૈકલ્પિક બિઝનેસ અને ઇન્સ્યોરન્સ બિઝનેસ જેવાં બીજા વેલ્યુ ડ્રાઇવર્સમાં પણ વધારો કરવા ઉપર ધ્યાન આપી રહી છે.

નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં પીઇએલનો રિટેઇલ લેન્ડિંગ બિઝનેસ 57 ટકા વધીને રૂ. 34,891 કરોડ થયો છે. આ નોંધપાત્ર વૃદ્ધિ રિટેઇલ લેન્ડિંગ સેગમેન્ટમાં કંપનીની વિસ્તરણની રણનીતિમાં મહત્વપૂર્ણ બની રહેશે તથા સમૃદ્ધ ભારતમાં તેની મજબૂત ઉપસ્થિતિને દર્શાવશે. ઉલ્લેખનીય છે કે 47 ટકા લોન ટિયર 2 અને 3 શહેરોના વ્યક્તિઓને આપવામાં આવે છે, જ્યારે કે 69 ટકા અરજદારો સ્વ-રોજગાર ધરાવે છે, જેમાં 45 ટકા મહિલા અરજદાર હોવાનું  પિરામલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડના ચેરમેન અજય પિરામલે કહ્યું હતું.