પ્રવેગ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પાસે ઈકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ ડેવલોપ કરશે
કંપનીએ નવા પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ, જુલાઇ 18: પ્રવેગ લિમિટેડ, ભારતની અગ્રણી ઇકો-રિસ્પોન્સિબલ લક્ઝરી રિસોર્ટ કંપનીએ ગુજરાતના ધોળાવીરામાં તેના પ્રથમ પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. 48,461 ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 30 પ્રીમિયમ કોટેજ અને એક રેસ્ટોરન્ટ હશે. ભવિષ્યમાં તેને મળવા માટે વધતા પર્યટનની માંગને ધ્યાનમાં રાખીને, કંપનીએ વિસ્તરણ માટે વધારાના 30 લક્ઝુરિયસ કોટેજિસને ઉમેરી શકે છે અને આ સાથે કુલ લક્ઝુરિયસ કોટેજિસની ક્ષમતા 60 સુધી પહોંચી જશે.
આ પ્રસંગે બોલતા પ્રવેગ લિમિટેડના ચેરમેન શ્વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, ધોળાવીરા, ગુજરાત પ્રોજેક્ટ પર્યાવરણ-જવાબદારીપૂર્ણ અને વૈભવી સેવાઓ રજૂ કરવાના અમારા વિઝનને અનુરૂપ છે જેઓ ભારતની ધરોહર અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા અલગ પ્રકારના વિસ્તારોની શોધમાં છે. આ પ્રોજેક્ટ આ વર્ષે કાર્યરત થવાની ધારણા છે અને આ સિઝનમાં કારોબાર થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ પ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, ધોળાવીરાથી દોઢ કિમી દૂર સ્થિત છે, જે હડપ્પાના પાંચ સૌથી મોટા સ્થળોમાંનું એક છે અને ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ છે. કંપની એક નોંધપાત્ર પ્રોજેક્ટ બનાવવાની યોજના ધરાવે છે જે વિસ્તારના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સાથે સુમેળપૂર્ણ રીતે મિશ્રણ કરશે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે હેરીટેજ સાઈટની સાથે પ્રવાસીઓ ધોળાવીરા ખાતે સફેદ રણનો પણ અનુભવ કરી શકે છે. કારણ કે આ સાઇટ આખા વર્ષ દરમિયાન કાર્યરત રહેશે (વરસાદની ઋતુ સિવાય), મુલાકાતીઓ આખા વર્ષ દરમિયાન સફેદ રણનો અનુભવ કરી શકશે. આ રિસોર્ટ અમારા એસેટ લાઇટ મોડલને પણ આગળ વધારશે જેનો હેતુ અમારા હિતધારકો અને રોકાણકારો માટે શ્રેષ્ઠ મૂલ્ય ઉભો કરવાનો છે.
ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક પ્રાચીન શહેર છે જે દક્ષિણ એશિયામાં ત્રીજીથી મધ્ય-બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી શહેરી વસાહતોમાંની એક છે. આ રિસોર્ટના ઉમેરા સાથે, પ્રવેગ પાસે ભારતમાં 14 મિલકતો હશે, જેમાં 10 ડેવલપમેન્ટ હેઠળ છે.