IPO ખૂલશે11 ડિસેમ્બર
IPO બંધ થશે13 ડિસેમ્બર
ફેસ વેલ્યૂરૂ.10
ઇશ્યૂ પ્રાઇસરૂ.72
લોટ1600 શેર્સ
ઇશ્યૂ સાઇઝ32,36,800 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.23.30 કરોડ
લિસ્ટિંગએનએસઇ ઇમર્જ

બેંગલુરુ, 11 ડિસેમ્બર: મેટ્રો રેલ રોલિંગ સ્ટોક, મેટ્રો રેલ સિગ્નલિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્પાદનમાં રોકાયેલ પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ લિમિટેડ તેના એસએમઈપબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 23.30 કરોડ કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો SME પબ્લિક ઇશ્યૂ 11 ડિસેમ્બરનારોજ સબસ્ક્રિપ્શન માટેખુલ્યો છે. પબ્લિક ઈશ્યુ 13 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓમાં રૂ 72 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 62ના પ્રીમિયમ સહિત) ની કિંમતે રૂ10ની ફેસ વેલ્યુના32,36,800 ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે છે જેનું મૂલ્ય કુલ રૂ.23.30 કરોડ સુધીનું છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે જેનું મૂલ્ય પ્રતિ અરજી  રૂ. 1.15 લાખજેટલું છે. આઈપીઓમાટે રિટેલ ફાળવણી  ઇશ્યૂના 50% પર રાખવામાં આવી છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 1,63,200 ઇક્વિટી શેર છે.

લીડ મેનેજર્સઃ ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.

1996 માં સ્થાપિત, પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ લિમિટેડ મેટ્રો રેલ રોલિંગ સ્ટોક, મેટ્રો રેલ સિગ્નલિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઉત્પાદનકરતીકંપની  છે  કંપની સલૂન બકેટ/પ્લેન ટાઈપ સીટ્સ, કસ્ટમ કલર્ડ એન્જીનિયર હેન્ડલ્સ, ગ્રેબ પોલ સિસ્ટમ્સ, હેન્ડ રેલ સિસ્ટમ્સ, ઈમરજન્સી ઈવેક્યુએશન રેમ્પ્સ અને હની-કોમ્બ પાર્ટીશન પેનલ્સ જેવા રોલિંગ સ્ટોક ઈન્ટીરીયર પ્રોડક્ટ્સ સહિતની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. બેંગ્લોરમાં કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી 28,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને  R&D ડિવિઝન આવેલી છે.31 માર્ચ, 2023 સુધીમાં, કંપની પાસે રૂ. 63.89 કરોડની અનએક્ઝિક્યુટેડ ઓર્ડર બુક છે. પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ લિમિટેડ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને PSUs સાથે વૈવિધ્યસભર ઉદ્યોગોને ઉત્પાદનોનો સપ્લાય કરે છે. હરગા પૂર્ણચંદ્ર કેડિલયા અને યર્મલ ગિરધર રાવ કંપનીના પ્રમોટર્સ છે. પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ પોસ્ટ ઇશ્યૂ 57.99% થશે.

ઇશ્યૂના હેતુઓઃ પબ્લિકઇશ્યૂની આવકનો ઉપયોગ પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદવા, અમુક ઋણની ચૂકવણી માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

 કંપનીની નાણાંકીય કામગીરીએ વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે. નાણાંકીય વર્ષ 22-23 માટે કંપનીએ  રૂ. 21.13 કરોડ કુલ આવક, રૂ. 2.56 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 30 સપ્ટેમ્બર 2023ના રોજ, અનામત અને સરપ્લસ રૂ. 1.98 કરોડ, કુલ એસેટ્સ રૂ. 28.51 કરોડ અને નેટ વર્થ રૂ. 6.46 કરોડછે કંપનીના શેર NSEના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)