અમદાવાદ, 15 માર્ચ : ઇલેક્ટ્રોનિક પેનલ મેન્યુફેક્ચરર શિવાલિક પાવર કંટ્રોલ લિમિટેડે NSE ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 64.32 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

 ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર: કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.

કંપનીની કામગીરી એક નજરે

ફરીદાબાદ સ્થિત કંપની પીસીસી પેનલ્સ, આઈએમસીસી પેનલ્સ, સ્માર્ટ પેનલ્સ, એમસીસી પેનલ્સ, ડીજી સિંક્રોનાઇઝેશન પેનલ્સ, આઉટડોર પેનલ્સ,  33 કેવી સુધીની એચટી પેનલ્સ, વીએફડી પેનલ્સ, પાવર ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ્સ, બસ ડક્ટ અને એલટી પેનલ્સ જેવી વિવિધ ઇલેક્ટ્રિક પેનલ્સનું ઉત્પાદન કરે છે. કંપની એલએન્ડટી, સિમેન્સ, સ્નાઇડર ઇલેક્ટ્રિક અને ટીડીકે જેવી ઉદ્યોગની અગ્રણી કંપનીઓ દ્વારા અધિકૃત છે તથા નેપાળ, બાંગ્લાદેશ અને યુગાન્ડા, કેન્યા, નાઇજીરીયા અને અલ્જેરિયા જેવા આફ્રિકન દેશો સહિત ભારતમાં તેમજ વિદેશમાં 15 થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોને સેવા આપે છે. એસપીસીએલ  ફરીદાબાદમાં 1,25,000 ચોરસફૂટ વિસ્તારમાં ઉત્પાદન એકમ ચલાવે છે જે ગુણવત્તા અને ઉત્પાદકતા જાળવવા માટે સ્વયંસંચાલિત નિયંત્રણોથી સજ્જ છે તેમજ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સખત ગુણવત્તા નિયંત્રણ અને સલામતી સુનિશ્ચિત કરે છે. વાર્ષિક 10,000 વર્ટિકલ્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે

DRHP મૂજબ એસપીસીએલ આઇપીઓમાંથી એકત્રિત ભંડોળમાંથી રૂ. 30.02 કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં, રૂ. 5.81 કરોડનો ઉપયોગ નવી મશીનરી ખરીદવામાં, રૂ. 1.82 કરોડનો ઉપયોગ નવી એસેમ્બલી લાઇનના નિર્માણમાં, રૂ. 5.75 કરોડનો ઉપયોગ ઇનઓર્ગેનિક વૃદ્ધિની પહેલો માટે કરવાની યોજના ધરાવે છે. બીકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

એસપીસીએલે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં રૂ. 63.55 કરોડની આવકો અને રૂ. 7.6 કરોડનો પીએટી નોંધાવ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 82.15 કરોડની આવકો અને રૂ. 7.16 કરોડનો પીએટી નોંધાવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)