BPCએ વૈશ્વિક સ્તરે સૌથી આકર્ષક સાઈઝ ધરાવતી વપરાશની કેટેગરી છે. 2027 સુધીમાં તેની $ 660 બિલિયનની માર્કેટ અને 2.2-2.7 ટ્રિલિયન ડોલરનું Tn માર્કેટ કેપિટલાઇઝેશન રહેવાનો અંદાજ છે.અન્ય દેશોની સાથે તુલના કરવામાં આવે તો ભારત સૌથી વધુ BPC વૃદ્ધિ દર (2022-27માં 10% CAGR) ધરાવતા સિતારા સમાન છે. (ત્યાર પછી ઇન્ડોનેશિયા 8% અને ચીન 7% છે).
ભારતીય બજાર આ આંકડામાં 30 બિલિયન ડોલરનું યોગદાન આપે તેવી અપેક્ષા છે, જે વૈશ્વિક તકમાં લગભગ 5% જેટલો હિસ્સો ધરાવે છે.FMCGની BPC બ્રાન્ડ્સની તુલનામાં ભારતીય પ્યોર-પ્લે BPC કંપનીની રેવન્યુ બમણી ઝડપે વધી, વૈશ્વિક સ્તરે પ્યોર -પ્લે BPC બ્રાન્ડ્સને મજબૂત બનાવે છે.
તેમાં સરેરાશ રેવન્યુ ગ્રોથ (2017-22) મુખ્ય પ્યોર-પ્લે બીપીસી પ્લેયર્સ એફએમસીજીની આગેવાની હેઠળના બીપીસી પ્લેયર્સ (10 % વિરુદ્ધ 2%) ની તુલનામાં 5 ગણા જેટલી હતી.વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો પ્યોર-પ્લે બીપીસી કંપનીઓ એફએમસીજીની આગેવાની હેઠળની બીપીસી કંપનીઓ કરતાં ~1.8x ના P/E રેશિયો સાથે વધારે સારી વેલ્યૂ ધરાવે છે (અનુક્રમે 51 વિરુદ્ધ 28).

મુંબઈ, 1 સપ્ટેમ્બર: રેડસિયર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ દ્વારા પિક XV સાથેના સહયોગમાં લોન્ચ કરાયેલા અને “બ્યુટી અનવેઈલ્ડ – ડિકોડિંગ ધ સક્સેસ ઓફ પ્યોર પ્લે બ્યૂટી કંપનીઝ” ટાઈટલ ધરાવતા અહેવાલ મુજબ બ્યુટી એન્ડ પર્સનલ કેર (BPC) ઉદ્યોગ આગામી દિવસોમાં જંગી વૃદ્ધિ માટે તૈયાર છે. 2027 સુધીમાં તે 2.2-2.7 ટ્રિલિયન ડોલરના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનને પ્રાપ્ત કરશે જે સાથે તેનું કુલ બજાર $660 બિલિયન સુધી પહોંચી જવાનો અંદાજ છે.

રેડસિયર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના પાર્ટનર રોહન અગ્રવાલે જણાવ્યું કે, માત્ર BPC (પ્યોર-પ્લે BPC બ્રાન્ડ્સ) પર ધ્યાન કેન્દ્રિત કરતી બ્રાન્ડ્સે સ્પેસિફિક યુઝ-કેસોને લક્ષ્યાંક બનાવીને બજારને વિક્ષેપિત કર્યું છે, જે FMCG-આગેવાની હેઠળની BPC બ્રાન્ડની સરખામણીમાં ઊંચા વૃદ્ધિ દર, કુલ માર્જિન અને નફાકારકતા પેદા કરે છે. સૌથી મોટી પ્યોર-પ્લે BPC કંપનીઓની સરેરાશ આવક વૃદ્ધિ સૌથી મોટા FMCG-આગેવાની BPC પ્લેયર્સ (2017-22) કરતાં 5 ગણી હતી.

2027 સુધીમાં ભારતીય BPC બજાર 30 બિલિયન અમેરિકન ડોલરનું થવાનો અંદાજ

ભારતીય બજાર તરફ નજર દોડાવતા આ અહેવાલ જણાવે છે કે ભારત સૌથી વધુ BPC વૃદ્ધિ દર (2022-27માં 10% CAGR) સાથે અન્ય તુલનાત્મક દેશો (ત્યાર પછીના શ્રેષ્ઠ દેશોમાં ઇન્ડોનેશિયા 8% અને ચીન 7% ) માં ચમકતા સિતારા સામાન છે. 2027 સુધીમાં ભારતીય BPC બજાર 30 બિલિયન અમેરિકન ડોલરનું થવાનો અંદાજ છે, જે વૈશ્વિક તકનો લગભગ 5% હિસ્સો બનાવે છે. ભારતીય BPC બજાર હજુ કેટલું નાનું છે. અમેરિકા 313 ડોલરના માથાદીઠ BPC ખર્ચ પર સાથે સૌથી આગળ છે અને ચીનમાં આ ખર્ચ 38 ડોલર છે. જ્યારે ભારત માત્ર 14 ડોલરના ખર્ચ સાથે ઘણું પાછળ છે.

પ્યોરપ્લે BPC પ્લેયર્સ અસાધારણ મૂલ્ય પેદા કરે છે

BPC લેન્ડસ્કેપના આ પરિવર્તને લોરિયલ, નાયકા, હોનાસા અને પ્યોર પ્લે સ્કિન સાયન્સિસ જેવી નવીન બ્રાન્ડ્સને પણ વિશિષ્ટ ઓફરિંગ સાથે પેદા કરી છે. આ પ્લેયર્સ સંપૂર્ણ રીતે BPCને સમર્પિત છે અને અત્યંત ઝડપથી આ ગતિશીલ બજારમાં પોતાની જાતને લીડર તરીકે સ્થાન આપીને ગ્રાહકોની જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. પ્યોર-પ્લે બીપીસી પ્લેયર્સ વૃદ્ધિ અને માર્જિનની દૃષ્ટિએ સારું પ્રદર્શન કરી રહ્યા છે તેથી તેનું મૂલ્ય વધુ સારું છે. વૈશ્વિક સ્તરે મોટી પ્યોર-પ્લે BPC કંપનીઓ માટે સરેરાશ EBT (ટેક્સ અગાઉની કમાણી) 12% છે, જ્યારે FMCGની આગેવાનીવાળી કંપનીઓ માટે તે 14% છે. તેના કારણે પ્યોર-પ્લે BPC કંપનીઓનું વધુ સારું મૂલ્ય સર્જાય છે. વૈશ્વિક સ્તરે મોટી પ્યોર-પ્લે BPC કંપનીઓ માટે પ્રાઈસ-ટુ-અર્નિંગ (P/E) ગુણોત્તર FMCGની આગેવાની હેઠળની BPC કંપનીઓ (51 વિ. 28) કરતા આશરે 1.8 ગણો વધારે છે.