અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ મોટરસાયકલ્સ અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ Karizma XMR લોન્ચ કરી છે. Karizma XMR હિરો મોટોકોર્પની X-રેન્જની પ્રિમીયમ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં Xtreme અનેXpulse જેવી મોટરસાયકલનો સમાવેશ થાય છે. મોટર સાયકલ 210cc લિક્વીડ કૂલ્ડ DOHC એન્જિન, 6 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે જે સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને ડ્યૂઅલ ચેનલ ABS – પર્પઝ સાથે આવે છે. તેના સર્જન, સહયોગ અને પ્રેરણાના હેતુ સાથે નવુKarizma XMR એ હિરોના જયપુર ખાતેના અદ્યતન હિરો સેન્ટર ફોર  ઇનોવેશન એન્ડ ટેકનોલોજી (CIT)વૈશ્વિક કક્ષાના અને અદ્યતન હિરો સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી (CIT)ના વૈશ્વિક કક્ષાના એન્જિનીયર્સ અને મુનિક નજીકના હિરો ટેક સેન્ટર જર્મની (TCG) વચ્ચેના વિશિષ્ટ સહયોગનું પરિણામ હોવાનું હિરો મોટોકોર્પના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર નિરંજન ગુપ્તાએ જણાવ્યુ હતું. કંપનીના બિઝનેસ યુનિટના વડા રંજીવજીત સિંઘએ જણાવ્યું કે, માત્ર ત્રણ મહિનાના ગાળામાં, અમે ત્રણ નવી પ્રીમિયમ મોટરસાયકલો – Xtreme 160R 4V, Harley-Davidson X440 અને હવે Karizma XMR રજૂ કરી છે –

Hero Karizma XMR દેશભરમાં હિરો મોટોકોર્પની ડીલરશીપ પર રૂ. 1,72,900/-ની કિંમતે ઉપલબ્ધ થશે.*(એક્સ-શોરૂમ દિલ્હી). Karizma XMR ત્રણ અલગ-અલગ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – આઇકોનિક યલો, ટર્બો રેડ અને મેટ ફેન્ટમ બ્લેક.