પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ 18 ઓગસ્ટેઃ પ્રાઇસબેન્ડ રૂ. 151-166
IPO ખૂલશે | 18 ઓગસ્ટ |
IPO બંધ થશે | 22 ઓગસ્ટ |
ફેસ વેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસ બેન્ડ | ₹151-166 |
લોટ સાઈઝ | 90 શેર |
ઇશ્યૂ સાઇઝ | 9220000 શેર |
ઇશ્યૂ સાઇઝ | ₹153.05 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 13 ઓગસ્ટઃ પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 151-166ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 153 કરોડના IPO સાથે તા. 18 ઓગસ્ટના રોજ મૂડીબજારમા પ્રવેશી રહી છે. કંપની કુલ 92.20 લાખ શેર્સ ઓફર કરી રહી છે. ઇશ્યૂ તા. 22 ઓગસ્ટના રોજ બંધ થશે અને શેર્સ એનએસઇ તેમજ બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની યોજના ધરાવે છે. ઓફરના માધ્યમથી Rs 91.30 કરોડના ફ્રેશ ઈશ્યુ અને વેચનાર શેરહોલ્ડર દ્વારા અપર બેન્ડ પ્રાઇસ પર Rs 61.75 કરોડના વેચાણની ઑફરનો સમાવેશ થાય છે.
ઇક્વિટી શેર ફાળવણી: ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) – 2766000 ઇક્વિટી શેર્સ સુધી, નૉન- ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) – 18,44,000 ઇક્વિટી શેર્સ સુધી, રીટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII) – 46,10,000 ઇક્વિટી શેર સુધી કરવાની દરખાસ્ત કંપની દ્વારા કરવામાં આવી છે. ઇશ્યૂ ટેન્ટિટિવલી તા. 30 ઓગસ્ટના રોજ લિસ્ટિંગ કરાવાય તેવી શક્યતા છે.
કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ
1997માં સ્થાપિત, પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ પોલિમર-આધારિત મોલ્ડેડ ઉત્પાદનો (પોલિમર ડ્રમ્સ)નું ઉત્પાદન કરે છે જે મુખ્યત્વે રાસાયણિક, કૃષિ રસાયણ, વિશેષતા રસાયણ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા તેમની પેકેજિંગ જરૂરિયાતો માટે વપરાય છે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટે તેનું વ્યાપારી ઉત્પાદન 1998 માં શરૂ કર્યું હતું અને તેના 7 ઉત્પાદન એકમો છે જેમાંથી ચાર ભરૂચ, જીઆઈડીસી, ગુજરાત, અને બે દાદરા અને નગર હવેલીના સિલ્વાસા ખાતે આવેલા છે. તેમના પોલિમર ડ્રમ ઉત્પાદન એકમોની કુલ સ્થાપિત ક્ષમતા 20,612 MTPA છે, IBC મેન્યુફેક્ચરિંગ યુનિટની કુલ સ્થાપિત ક્ષમતા 12,820 MTPA છે અને MS ડ્રમ્સ એકમની કુલ સ્થાપિત ક્ષમતા 6,200 MTPA છે. કંપની તેના સાતમા મેન્યુફેક્ચરિંગ યુનિટનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં છે જે ગુજરાતના ભરૂચ, જીઆઈડીસીમાં પણ સ્થિત હશે. રિટેલ રોકાણકારો ન્યૂનતમ 90 શેર્સ માટે એપ્લિકેશન કરી શકશે
ઇશ્યૂના હેતુઓઃ કંપની ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ નીચેના ઑબ્જેક્ટ્સના ભંડોળ માટે કરવા માગે છે. ચોક્કસ બાકી ઉધારોની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ-ચુકવણી, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવું, અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ
કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ
Period Ended | 31 Mar 2021 | 31 Mar 2022 | 31 Mar 2023 |
Assets | 153.46 | 183.76 | 225.78 |
Revenue | 316.18 | 402.64 | 482.03 |
Profit After Tax | 16.99 | 26.15 | 31.76 |
Net Worth | 48.85 | 75.20 | 107.25 |
Reserves and Surplus | 44.94 | 71.29 | 75.97 |
Total Borrowing | 51.30 | 64.77 | 55.34 |
લીડ મેનેજર્સઃ પીએનબી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસિસ અને ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ છે રજીસ્ટ્રાર બિગશેર સર્વિસીસ