Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વેચાણો વધ્યાં, ચોખ્ખો નફો ઘટ્યો
અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 13,656 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાંજ ગાળાના રૂ. 13680 સામે 0.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોએ ચોખ્ખા નફામાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, ઓઈલ ટુ કેમિકલ બિઝનેસની આવકો 33 ટકા વધી રૂ. 1.41 લાખ કરોડ નોંધાઈ હતી.
રિલાયન્સ રિટેલ અને જિઓના નફામાં વધારો
રિલાયન્સ રિટેલની આવકો 43 ટકા વધી રૂ. 64936 કરોડ અને ચોખ્ખો નફો 36 ટકા વધી રૂ. 2305 કરોડ થયો હતો. રિલાયન્સ જિઓની રેવન્યુ 21 ટકા વધી રૂ. 29558 કરોડ રહી હતી. રિલાયન્સે જામનગર સ્થિત પ્લાન્ટની જાળવણીના ભાગરૂપે સપ્ટેમ્બરમાં ગેસોલિન અને ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ બંધ રાખ્યા હતા.
રિલાયન્સ કન્ઝ્યુમર બિઝનેસમાં રેકોર્ડ પર્ફોર્મન્સ છેઃ મુકેશ અંબાણી
કન્ઝ્યુમર બિઝનેસ રેકોર્ડ પ્રદર્શનથી ખુશ છું, જે ત્રિમાસિક ગાળામાં નવી ઉંચાઈએ પહોંચ્યો છે. Jio એ ડિજિટલ સર્વિસ સેગમેન્ટમાં ગ્રાહકોની સંખ્યા જાહેર કરી છે. તેની સ્ટેન્ડઅલોન 5G સેવાઓની બીટા ટ્રાયલ અને સમગ્ર ભારતમાં સાચી 5G સેવાઓના સૌથી ઝડપી રોલ આઉટ માટે તૈયારી કરી રહી છે, રિટેલ બિઝનેસ મજબૂત ગ્રાહકોની સંખ્યા, નવા સ્ટોર્સ અને ડિજિટલ એકીકરણ દ્વારા પ્રેરિત, રેકોર્ડ પ્રદર્શન આપ્યું છે. રિલાયન્સ રિટેલ ગ્રાહકોને પરવડે તેવા ભાવે શ્રેષ્ઠ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.- મુકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
ક્રૂડના લીધે બિઝનેસ પર અસર
ડાઉનસ્ટ્રીમ કેમિકલ પ્રોડક્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશન ઈંધણ માટે નબળી માંગ અને નબળા માર્જિનથી અમારા O2C બિઝનેસની કામગીરીને અસર થઈ છે. સ્થાનિક બજારોમાં અસ્થિરતા ઘટાડવા અને પુરવઠો સ્થિર કરવા માટે ત્રિમાસિક ગાળા દરમિયાન લાદવામાં આવેલી વિશેષ વધારાની આબકારી જકાતને કારણે સેગમેન્ટને વધુ અસર થઈ હતી. KG D6 બ્લોકમાં 19 MMSCMD ના સ્તરે ઉત્પાદન જાળવી રાખીને, દેશની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે. FY23 Q3 ના અંત સુધીમાં MJ ફિલ્ડ્સ કાર્યરત થશે.