• ગુજરાતની 33 કંપનીના શેર્સમાં 2થી 257 ટકા સુધી સુધારો, 21માં ઘટાડો નોંધાયો
  • રિટર્નની દ્રષ્ટિએ અદાણી, મેઘમણી, વેલસ્પન, વાડીલાલ, સ્ટેટ પીએસયુ શેર્સ ટોચે રહ્યા
  • ઇન્ફિબીમ, દિશમાન કાર્બોજેન, GTPL હેથવે, ટોરન્ટ ફાર્મામાં 44થી 70 ટકાનું કરેક્શન

અમદાવાદઃ વિદાય લઇ રહેલાં વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ દિવસે થઇ રહેલાં લેખા- જોખામાં વર્ષ દરમિયાન ગુજરાતની ટોચની કંપનીઓ પૈકી અદાણી જૂથ, મેઘમણી જૂથ, વેલસ્પન, વાડીલાલ જૂથથી માંડીને સ્ટેટ પીએસયુ શેર્સમાં બમ્પર રિટર્ન આપીને રોકાણકારોને ન્યાલ કરી દીધાં છે. ગુજરાતની 33 કંપનીઓએ 2 ટકાથી 357 ટકા સુધી રિટર્ન આપ્યુ હતું. ગુજરાતની લિસ્ટેડ ટોચની 61 ટકા કંપનીઓમાં સુધારો જોવા મળ્યો છે. જેમાં અદાણી ગ્રૂપ મોખરે રહ્યું છે.

કેમિકલ, એનર્જી, અને મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સમાં તેજી

ગુજરાતની કેમિકલ, મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની કંપનીઓના શેર્સમાં તેજીની ચાલ જોવા મળી હતી. જ્યારે ન્યૂ ક્લિન એનર્જી પર ફોકસ કરતાં એનર્જી અને ગેસ શેર્સમાં પણ ઉછાળો નોંધાયો હતો.

ગુજરાતની લિસ્ટેડ 61 ટકા કંપનીઓમાં સુધારા અને ઊછાળા એક નજરે

કંપની4 નવેમ્બર-2121ઓક્ટોબર-22ઉછાળો %
વેલસ્પન ઈન્ડિયા1478357.14
અદાણી પાવર105333217.14
અદાણી ટોટલ14343271128.10
અદાણી એન્ટરપ્રાઈઝ14973311121.17
વાડિલાલ ઈન્ડસ્ટ્રીઝ10012318131.56
જીએમડીસી7313889.04
અદાણી ટ્રાન્સમિશન1827325878.32
અદાણી ગ્રીન એનર્જી1200210675.5
સદભાવ એન્જિનિયરિંગ481275.00
ગણેશ હાઉસિંગ22238071.17
વાડિલાલ એન્ટરપ્રાઈઝ1525245560.98
એશિયન ગ્રેનિટો1355559.26
જીએનએફસી47272754.02
ગુજરાત અંબુજા એક્સપોર્ટ17225749.42
મેઘમણી ફાઇનકેમ786145045.79
બેન્ક ઓફ બરોડા9814446.94
AIA એન્જિનિયરિંગ 1905259936.43
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ31621930.70
L&T ટેક્નોલોજી5014351129.98
અંબુજા સિમેન્ટ41351223.98
સુઝલોન એનર્જી7.098.6822.43
આશિમા લિ.181516.67
એલિકોન કેસ્ટોલોય77089716.49
ગુજરાત આલ્કાઈઝ77489916.15
અદાણી પોર્ટ71480212.32
મેઘમણી ઓર્ગેનિક104114.409.62
કલ્પતરૂ4174559.11
સેરા સેનેટરી499154098.38
PSP પ્રોજેક્ટ5345778.04
અરવિંદ સ્માર્ટસ્પેસિસ2352506.38
અતુલ ઓટો2502635.20
અરવિંદ ફેશન3283331.52
લિંકન ફાર્મા3492500.29

(નોંધઃ અહીં આપેલી ગણતરીમાં બોનસ, રાઈટ્સ ઈશ્યૂ, સ્ટોક સ્પ્લિટને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. સ્રોતઃ BSEIndia)

ફાર્મા-હેલ્થકેર, આઈટીના શેર્સમાં રિવર્સ ટ્રેન્ડ

કોવિડ-19માં ફાર્મા અને હેલ્થકેર સેગમેન્ટની માગ રહેતાં શેર્સમાં અનેકગણો ઉછાળો નોંધાયો હતો. પરંતુ પાછળથી ફાર્મા અને હેલ્થકેરના શેરોની ચમક ઓછી થઈ છે. આઈટીમાં પણ પડકારો વધતા છેલ્લા કેટલાક સમયથી શેરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

38 ટકા કંપનીઓમાં મૂડી 50 ટકા સુધી ધોવાઈ

ગુજરાતની ટોચની 54 કંપનીઓમાંથી 38 ટકા કંપનીઓ અર્થાત 21 કંપનીઓના શેરમાં રોકાણકારોની મૂડી 5 ટકાથી 50 ટકા સુધી ધોવાઈ હતી. જેમાં સૌથી વધુ 70 ટકા નુકસાન ઈન્ફિબીમના શેરમાં થયું હતું.

સંવત 2078માં નેગેટીવ રિટર્ન આપનારા શેર્સની યાદી

સ્ક્રિપ્સ4 નવે.-2121ઓક્ટો.-22ઘટાડો (%)
ઈન્ફીબીમ  46   14-69.57
દિશમાન કાર્બોજેન212100-52.83
જીટીપીએલ હેથવે277 150-45.85
ટોરન્ટ ફાર્મા28181578-44.00
ઈલેક્ટ્રોથર્મ12475-39.52
એલેમ્બિક લિ.10767-37.38
એસ્ટ્રોન પેપર5334-35.47
અરવિંદ લિ.13793-32.11
એલેમ્બિક ફાર્મા778545-29.95
ગુજરાત ગેસ638502-21.32
સિમ્ફની1049855-18.49
ઝાયડસ વેલનેસ20541688-17.82
ઝાયડસ લાઈફ492410-16.67
એસ્ટ્રલ લિ.22582003-11.29
એરિસ લાઈફ સાયન્સ814728-10.57
ગુજરાત એપોલો223204-8.52
રત્નમણી મેટલ21852000-8.47
શેલ્બી લિ.  155  143-7.74
ટોરન્ટ પાવર516484-6.20
GSFC135127-5.92
અતુલ લિ.89388473-5.20

(નોંધઃ અહીં આપેલી ગણતરીમાં બોનસ, રાઈટ્સ ઈશ્યૂ, સ્ટોક સ્પ્લિટને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. સ્રોતઃ BSEIndia)