અમદાવાદ, 25 જાન્યુઆરીઃ સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્ક (PNB)નો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 253.49 ટકા વધ્યો છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 2222.8 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે રૂ. 628.88 કરોડ હતો.

બેન્કની ગ્રોસ એનપીએ ગતવર્ષે સમાનગાળામાં 9.76 ટકા સામે સુધરી ડિસેમ્બર ત્રિમાસિકમાં 6.24 ટકા થઈ છે. નેટ એનપીએ પણ 3.30 ટકા સામે સુધરી 0.96 ટકા થઈ છે. બીએસઈ ખાતે પંજાબ નેશનલ બેન્કનો શેર 2.42 ટકા સુધારા સાથે 104.61 પર બંધ રહ્યો હતો.

બેન્કની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ (એનઆઈઆઈ) 12.13 ટકા વધી રૂ. 10293 કરોડ, જ્યારે ઓપરેટિંગ નફો 10.75 ટકા વધી રૂ. 6331 કરોડ થયો છે. પીએનબી ક્રેડિટ કોસ્ટ 61 bps વધી 1.26 ટકા થયો છે. જે ગતવર્ષે 1.87 ટકા હતો.

નવી દિલ્હી સ્થિત બેન્કનો પ્રોવિઝન કવરેજ રેશિયો (PCR) ડિસેમ્બર’23 સુધીમાં વાર્ષિક ધોરણે 911 bps વધીને 94.28 ટકા થયો છે. સ્લિપેજ રેશિયો ડિસેમ્બર, 23 સુધીમાં 136 bps થી 0.81 ટકા સુધી સુધર્યો છે. ગ્લોબલ બિઝનેસ વાર્ષિક ધોરણે 10.82 ટકા વધીને ડિસેમ્બર’23 સુધીમાં રૂ. 22,90,742 કરોડ થયો છે.

વધુમાં, CASA ડિપોઝિટ ડિસેમ્બર 2023 સુધીમાં વધીને રૂ. 5,47,516 કરોડ થઈ હતી જે ડિસેમ્બર 2022 સુધીમાં રૂ. 5,16,534 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 6.0 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. બેન્કની 10,108 સ્થાનિક શાખાઓ છે જેમાંથી 31 ડિસેમ્બર, 2023 સુધીમાં 12,455 ATM અને 29,768 BC છે.