ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લિમિટેડે DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃ.ક્વોલિટી પાવર કંપની 765kv સુધીના મહત્વપૂર્ણ એનર્જી ટ્રાન્ઝિશન ઇક્વિપમેન્ટ અને પાવર ટેક્નોલોજીમાં લગભગ 100 દેશોમાં વૈશ્વિક ક્લાયન્ટ્સને સેવા પ્રદાન કરે છે તથા ઇલેક્ટ્રિકલ ગ્રીડ કનેક્ટિવિટી અને એનર્જી ટ્રાન્ઝિશન માટે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ અને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન, ડિસ્ટ્રિબ્યુશન અને ઓટોમેશન સેક્ટર્સમાં પાવર પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરાં પાડે છે. મહત્વપૂર્ણ છે કે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ડીકાકાર્બોનાઇઝેશન પ્રયાસો, સસ્ટેનેબિલિટી અને ગ્રીન એનર્જી પહેલોમાં યોગદાન આપે છે. ક્વોલિટી પાવર હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) અને ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમીશન સિસ્ટમ (FSCTS) નેટવર્ક્સ માટે મહત્વપૂર્ણ હાઇ વોલ્ટેજ ઇક્વિપમેન્ટના ખૂબજ ઓછા વૈશ્વિક નિર્માતાઓ પૈકીનું એક છે. 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીની કામગીરીમાંથી આવકો રૂ. 300 કરોડ તથા પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જીન 16.74 ટકા અને આરઓઇ અંદાજે 30 ટકા નોંધાયું છે. કંપની તેની આંતરરાષ્ટ્રીય કામગીરીમાંથી નોંધપાત્ર આવક મેળવે છે, જે કંપનીની કામગીરીમાંથી કુલ આવકોમાં 75 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.
ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ (ક્વોલિટી પાવર)એ SEBI સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10)ના ફ્રેશ ઇશ્યૂ સાથે રૂ. 2,250 મિલિયન (રૂ. 225 કરોડ) અને 12,000,000 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે
કંપની IPO માંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મેહરુ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના હસ્તાતંતરણ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે. DRHP માં નાણાકીય નિવેદન મૂજબ નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની સંયુક્ત આવકો સાથે લક્ષ્યાંકિત હસ્તાંતરણ રૂ. 5506.99 મિલિયન (રૂ. 550.69 કરોડ) સાથે પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 656.96 મિલિયન (રૂ. 65.69 કરોડ) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)