અમદાવાદ, 27 એપ્રિલઃ રેલિસ ઈન્ડિયા (Rallis India)એ માર્ચ-23ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિકમાં રૂ. 69.13 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 14.13 કરોડની ચોખ્ખી ખોટ સામે વધી છે. કંપનીની ત્રિમાસિક આવકો 2.97 ટકા વધી રૂ. 522.62 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 507.54 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો 45.68 ટકા ઘટ્યો છે. જે ગતવર્ષે રૂ. 164.27 કરોડ સામે આ વર્ષે રૂ. 91.94 કરોડ નોંધાયો છે. જો કે, નાણાકીય વર્ષ 2022-23ના અંતે કંપનીની આવકો 14 ટકા અને સ્થાનિક ક્રોપ કેર બિઝનેસ 12 ટકા અને નિકાસ 25 ટકા વધી હોવાનું રેલિસ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સંજીવ લાલે જણાવ્યું હતું.

સફળ નવી પ્રોડક્ટ લોન્ચઃ 4 જંતુનાશકો, 3 ફુગનાશકો, 3 વનસ્પતિનાશકો, 3 પાક પોષણ પ્રોડક્ટ અને સીડ કેટેગરીમાં 5 હાઇબ્રિડ. તેમજ બહુ-હેતુક પ્લાન્ટ લગભગ પૂરો થવાનાં આરે છે અને Q1 FY24માં કમર્શિયલ પ્રોડક્શન માટે તૈયાર થવાની ધારણા છે.

આયાત પરનું અવલંબન ઘટાડવા માટે મહત્વનાં મોલેક્યુલ્સ અને મહત્વનાં ઇન્ટરમિડિયરીમાટે વૈકલ્પિક વેન્ડર ડેવલપમેન્ટનું કામ સંતોષજનક રીતે ચાલુ છે.