કોરોના મહામારીમાં આર્થિક સંકટની અસર બેન્કિંગ સેક્ટર પર પડનારી હતી પરંતુ સરકારે મોનેટાઇઝેશન સ્કિમ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા માટે અનેક પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરી હતી તેનો સીધો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળ્યો છે. બેન્કિંગ સેક્ટર માટે ઝડપી ગ્રોથનું કારણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એટલું જ નહિં ઇન્ડસ્ટ્રીઝે હવે માત્ર ધિરાણ-ડિપોઝીટ પર જ નહીં પરંતુ મલ્ટી ટાસ્ક પોર્ટફોલિયો ગ્રાહકોને પૂરો પાડવો પડશે. આ કારણોસર જ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ ઝડપી ગ્રોથ સાધશે. ડિજિટલ સેગમેન્ટમાં અન્ય બેન્કિંગની તુલનાએ યુકો બેન્કની એપને 4.5 રેન્કિંગ મળ્યું છે જે અન્ય બેન્કો કરતા વધુ છે. આ ઉપરાંત વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પણ પૂરી પાડી રહી છે જેના કારણે આગામી સમયમાં સારા ગ્રોથનો આશાવાદ છે તેમ યુકો બેન્કના એમડી સોમા શંકર પ્રસાદે જણાવ્યું હતું વધુમાં તેઓએ ઉમેર્યું કે ચાલુ નાણાંકિય વર્ષમાં દેશમાં કુલ 200 બ્રાન્ચ જ્યારે ગુજરાતમાં કુલ 8-10 બ્રાન્ચ શરૂ કરવાનો ટાર્ગેટ છે. બેન્કનો પ્રોવિઝનલ કન્વરઝન રેશિયો 91.3 ટકા છે. જ્યારે આરબીઆઇના લોન બુકના 11 ટકાના નિયમ સામે યુકો બેન્કની લોન બુક 14.56 ટકા છે. બેન્ક રિટેલ, એગ્રી તથા એમએસએમઇમાં 60 ટકા અને કોર્પોરેટ સેક્ટરમાં 40 ટકા લોન બુક ધરાવે છે.

RBI વ્યાજ વધારો ટાળી શકે

જિયો ક્રાઇસીસ ક્ષણિક સમય માટે જ છે. હાલની ક્રૂડઓઇલની તેજીના કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી રહી છે પરંતુ જો આગામી સમયમાં ક્રૂડમાં ઘટાડો થશે અને મોંઘવારી કાબુમાં આવશે તેવા અહેવાલના પગલે આગામી મોનેટરી પોલિસી બેઠકમાં આરબીઆઇ વ્યાજદર વધારા મુદ્દે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવે તેવો અંદાજ છે.