નવી દિલ્હી, 7 માર્ચઃ  રિયલમીએ રિયલમી 12 સિરીઝ 5G લોન્ચ કરવાની જાહેરાત કરી. રિયલમી 12 સિરીઝ 5G બે સ્ટેન્ડઆઉટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રિયલમી 12+ 5G એ એક અદભૂત સ્માર્ટફોન છે, જે સેગમેન્ટનો પ્રથમ 50 MP SONY LYT-600 મુખ્ય કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS), 2X ઇન-સેન્સર ઝૂમ, અને સ્પષ્ટ, DSLR જેવા પોટ્રેટ કેપ્ચર કરવા માટે સિનેમેટિક 2X પોટ્રેટ મોડ ધરાવે છે. તે 112° અલ્ટ્રા-વાઇડ કેમેરા, 16MP HD સેલ્ફી કેમેરાથીપણ સજ્જ છે. તેમાં 120Hz અલ્ટ્રા-સ્મૂથ એમોલેડ ડિસ્પ્લે, અને 67W SUPER VOOC ચાર્જિંગ અને લાંબા ગાળાના ઉપયોગ માટે વિશાળ 5000mAh બેટરી છે. તેમાં 256 GB સુધીની સ્ટોરેજ અને ડાયનેમિક રેમ અને IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ જેવી નોંધપાત્ર સુવિધાઓ પણ છે. એન્ડ્રોઇડ 14 પર આધારિત યુઝર-ફ્રેન્ડલી રિયલમી UI 5.0 પર ચાલતું, રિયલમી 12+ 5G પાયોનિયર ગ્રીન અને નેવિગેટરબેજમાં ઉપલબ્ધ છે, બે સ્ટોરેજ વેરિઅન્ટ: 8GB+128GB, જેની કિંમત રૂ. 20999 છે અને 8GB+256GB, જેની કિંમત રૂ. 21999 છે.  ગ્રાહકોને મેઇનલાઇન ચેનલોથી સ્માર્ટફોનની ખરીદી પર 3998 રૂપિયાના રિયલમી બડ્સ T300 મળશે. રિયલમી 12 5G ટ્વાઇલાઇટ પર્પલ અને વુડલેન્ડ ગ્રીન રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બે સ્ટોરેજ વેરિઅન્ટ્સ છે: 6GB +128 GB, જેની કિંમત રૂ. 16999 અને 8GB+128GB, જેની કિંમત રૂ. 17999 છે. 8GB+128GB વેરિઅન્ટમાટે.

મીડિયાટેક ઇન્ડિયાના માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના ડેપ્યુટી ડિરેક્ટર અનુજ સિદ્ધાર્થએ જણાવ્યું હતું કે, મીડિયાટેક ડાયમેન્સિટી 7050 દ્વારા સંચાલિત રિયલમી 12+ 5G મીડિયાટેક મીરાવિઝન ડિસ્પ્લે અને વિડિઓ એન્હાન્સમેન્ટ્સ, AI સંચાલિત કેમેરા, 5G અલ્ટ્રાસેવ, ડ્યુઅલ 5G સિમ, વધુ CPU પરફોર્મન્સ અને મીડિયાટેક હાઇપરઇન્જિન ગેમિંગ ટેકનોલોજી સાથે સરળ ગેમિંગ અનુભવથી સજ્જ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)