રિલાયન્સ રિટેલના ઓમ્ની-ચેનલ બ્યૂટી રિટેલ પ્લેટફોર્મ તિરાનો પ્રારંભ
મુંબઈ, 5 એપ્રિલ: રિલાયન્સ રિટેલ લિમિટેડે તેના ઓમ્ની-ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તિરા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તિરા એપ અને વેબસાઈટના ઉદ્દઘાટન સાથે રિલાયન્સ રિટેલે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ ડ્રાઈવમાં તેનો ફ્લેગશિપ તિરા સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (રિલાયન્સ રિટેલ લિમિટેડની માલિકીની કંપની)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ લોન્ચ પ્રસંગે જણાવ્યું કે, તિરાનું ઓનલાઈન પ્લેટફોર્મ સ્પષ્ટ અને ક્લટર-ફ્રી ઈન્ટરફેસ સાથે ઉપયોગ કરવા માટે સરળ છે જે તમામ જરૂરિયાતોને સંતોષે છે. તે શોપેબલ વીડિયો, બ્લોગ્સ, ટ્યુટોરિયલ્સ, ટ્રેન્ડ-સેટિંગ ટિપ્સ, વ્યક્તિગત ભલામણો અને વર્ચ્યુઅલ ટ્રાય-ઓન સુવિધા પૂરી પાડે છે અને તે ગ્રાહકોને તેમના ઘરમાં બેઠાબેઠા આરામથી અજમાવવા માટે રંગીન સૌંદર્ય પ્રસાધનોની વિશાળ શ્રેણી રજૂ કરે છે. જિયો વર્લ્ડ ડ્રાઇવ ખાતેનો તિરા સ્ટોર 4,300 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેને લંડનમાં હેડક્વાર્ટર ધરાવતા ઇનોવેશન સ્ટુડિયો ડેલઝીલ એન્ડ પોવ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.