નવી દિલ્હી, 23 જૂનઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ GST કાઉન્સિલની મીટિંગમાં સંખ્યાબંધ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરેલ મોટી જાહેરાતોનો સારાંશ નીચે મુજબ છે.

GST એક્ટના સેક્શન 37 હેઠળ જાહેર ડિમાન્ડ નોટિસમાં પેનલ્ટી અને વ્યાજને ખતમ

FY 17-18, 18-19, 19-20 દરમિયાન છેતરપિંડી કેસમાં વ્યાજ માફ. જોકે ડિમાન્ડ અમાઉન્ટ ભરવી પડશે.

કેસ ઓછા કરવા માટે મોનિટરી લિમિટ રાખવાની ભલામણ કરાઇ

GST અપિલેટ ટ્રિબ્યુનલ માટે 20 લાખ રૂપિયાની મોનિટરી લિમિટ રાખવાની ભલામણ

નાના ટેક્સપેયર્સ માટે: GSTR4 દાખલ કરવાની સમય સીમા 30 એપ્રિલથી વધારીને 30 જૂન, FY2024-25થી લાગુ

કઈ વસ્તુઓ પર કેટલો GST?

દૂધના ડબ્બા પર 12 ટકા એક સમાન GST રેટની ભલામણ

કાગળના બોક્સ પર 12 ટકા GSTની ભલામણ

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના સફરજન ઉત્પાદકોને મળશે લાભ

તમામ પ્રકારના સ્પ્રિંક્લર પર 12 ટકા GSTની ભલામણ

તમામ પ્રકારના સોલાર કુકર પર 12 ટકા GSTની ભલામણ

GST છૂટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ?

પ્લેટફૉર્મ ટિકિટ, ક્લોક રૂમ સેવાઓ, વેટિંગ રૂમ સેવા પર GSTમાં છૂટ

ઈન્ટ્રા રેલવે સપ્લાય પર પણ GSTમાં છૂટની ભલામણ

શૈક્ષણિક સંસ્થાની અંદર તેમજ બહારની હોસ્ટેલ સેવામાં ટેક્સમાંથી છૂટ. આ રાહત માત્ર 20 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આવક પર રહેશે

ટેક્સપેયર્સને કારણ વગર નોટિસ નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું, કે ટેક્સપેયર્સને ક્યાંયથી પણ કારણ વગર નોટિસ આપવામાં આવતી નથી.

ઓનલાઈન ગેમિંગ પર કોઈ ચર્ચા નહીં

ખાસ વાત એ છે કે GST કાઉન્સિલની આ 53મી મીટિંગમાં ઓનલાઈન ગેમિંગ પર GST મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ વિષયને મીટિંગના એજન્ડામાં સામેલ કરવામાં આવ્યો નહોતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)