સેલ ઇન મે એન્ડ ગો અવે! મેમાં – 2505 સેન્સેક્સ
- નિફ્ટીએ ગુમાવી મહત્વની 16400 પોઇન્ટની ટેકાની સપાટી
- મોટાભાગના સેક્ટોરલ્સમાં પણ જોવા મળ્યાં જંગી ધોવાણ
ફોરેન સ્ટોક એક્સચેન્જિસ માટે ખાસ કરીને યુએસ માર્કેટ માટે અંગ્રેજીમાં એવી કહેવત છે કે, સેલ ઇન મે એન્ડ ગો અવે અર્થાત્ મે માસમાં પ્રોફીટ બુક કરો અને વેકેશન માણો. જોકે, ભારતીય શેરબજારોને આ કહેવત સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નહિં હોવા છતાં મે-2022 દરમિયાન સેન્સેક્સ અત્યારસુધીમાં એટલેકે તા. 9 મે સુધીમાં 2505 પોઇન્ટનું કરેક્શન કહો તો કરેક્શન અને ગાબડું ગણો તો ગાબડું નોંધાવી ચૂક્યો છે. જોકે, નરેન્દ્ર મોદીએ મે-2014માં વડાપ્રધાન પદે સપથ લીધા ત્યારથી અત્યારસુધીમાં મે-2014 અને મે- 2022ને બાદ કરતાં માર્કેટમાં સુધારો અથવા ટકેલું વલણ જ જોવા મળ્યું છે. પરંતુ જે રીતે મે-2022નો મહિનો કાળઝાળ ગરમી અને શેરબજારમાં મંદી વચ્ચે પસાર થઇ રહ્યો છે તેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ તેમજ ટ્રેડર્સ અને સટોડિયાઓ પણપરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
મે-22ની શરૂઆતમાં 56429 પોઇન્ટની સપાટીએ ખુલ્યા બાદ એક તબક્કે સુધરી 57184 પોઇન્ટ અને નીચામાં તૂટી 53918 પોઇન્ટ થઇ ગયેલો સેન્સેક્સ તા. 9 મે ના રોજ વધુ 365 પોઇન્ટના ધબડકા સાથે 54471 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે 2505 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. નિફ્ટી-50 પણ સોમવારે 109 પોઇન્ટના ધોવાણ સાથે 16400 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલ સપાટી ગુમાવી 16301 પોઇન્ટ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, ભારતીય શેરબજારો સાયકોલોજિકલી પણ સપોર્ટ ગુમાવી રહ્યા છે.
મે-20214થી મે-2022 દરમિયાન સેન્સેક્સની માસિક સ્થિતિ
મહિનો | ખૂલી | વધી | ઘટી | વંધ |
May 22 | 56,429.45 | 57,184.21 | 53,918.02 | 54,470.67 |
May 21 | 48,356.01 | 52,013.22 | 48,028.07 | 51,937.44 |
May 20 | 32,748.14 | 32,845.48 | 29,968.45 | 32,424.10 |
May 19 | 39,036.51 | 40,124.96 | 36,956.10 | 39,714.20 |
May 18 | 35,328.91 | 35,993.53 | 34,302.89 | 35,322.38 |
May 17 | 30,021.49 | 31,255.28 | 29,804.12 | 31,145.80 |
May 16 | 25,565.44 | 26,837.20 | 25,057.93 | 26,667.96 |
May 15 | 27,204.63 | 28,071.16 | 26,423.99 | 27,828.44 |
May 14 | 22,493.59 | 25,375.63 | 22,277.04 | 24,217.34 |
નિફ્ટીએ 16400નો મહત્વનો ટેકો ગુમાવ્યો
- સોમવારે નિફ્ટી 16300 ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 54,470.67 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 364 અંકો સુધીના ગોથા લગાવ્યા છે. જ્યારે નિફ્ટી 109 અંકો સુધી ગોથા લગાવ્યા છે.
- બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.89 ટકા ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.78 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.67 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે.
- બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 364.91 અંક એટલે કે 0.67 ટકાના ઘટાડાની સાથે 54,470.67 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 109.40 અંક એટલે કે 0.67 ટકા તૂટીને 16301.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
- મિડકેપ શેરોમાં કેનેરા બેન્ક, નુવોકો વિસ્ટાસ, ટાટા પાવર, એન્ડયોરન્સ ટેક્નો અને ઝી એન્ટરટેન 5.36-8.1 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, ફેડરલ બેન્ક, ગ્લેનમાર્ક, એબીબી ઈન્ડિયા અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 1.57-3.46 ટકા સુધી ઉછળો છે.
- સ્મૉલોકપ શેરોમાં પ્રિવિ સ્પેશ્યલ, ઈન્ડોસ્ટાર કેપિટલ, હિંદ કૉપર, ધનવર્ષા ફિનસર્વ અને મનાકસિયા 8.76-16.98 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં શ્રી પુસ્કર, ટેક્સમેકો ઈન્ફ્રા, દિપ ઈન્ડસ્ટ્રીઝ, બીએએસએફ અને એચઆઈએલ 8.45-12.95 ટકા સુધી ઉછળા છે.
કયા સેક્ટર્સ સુધર્યા કયા સેક્ટર્સ ઘટ્યા
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ 0.28-2.34 ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.91 ટકાના ઘટાડાની સાથે 34,275.40 ના સ્તર પર બંધ થયા છે.
દિગ્ગજ શેર્સ પણ નથી રહ્યા બકાત ઘટાડામાં
દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકૉર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા અને ટેક મહિન્દ્રા 2.45-4.30 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, બજાજ ઑટો અને ડિવિઝ લેબ 1.67-3.12 ટકા સુધી વધીને બંધ થયા છે.