સંજય લાલભાઈની સફળતાની બ્લુપ્રિન્ટ: ઉદ્યોગની યુવા પેઢીને પ્રેરણા આપી
CII ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે નવો અભિગમ શરુ કર્યો જેમાં પ્રથમ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યુ
અમદાવાદ, 22 જુલાઈ: આજનાં ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે એક નવી પહેલ શરુ કરી છે. આ નવી પહેલ અંતર્ગત પહેલા એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈ સાથે વાર્તાલાપ દર્શાવવામાં આવ્યો હતો.
તેમણે 1980ના દાયકાની શરૂઆતમાં અમદાવાદમાં ભારતના પ્રથમ ડેનિમ ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના અંગે વાત કરી હતી. આ પ્લાન્ટને કારણે દેશમાં ડેનિમ ક્રાંતિ આવી હતી. અરવિંદે ભારતમાં ડેનિમ જીન્સ લાવવામાં અને તેને લોકપ્રિય ફેશન તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગુજરાતમાં ટેક્સટાઈલ ક્રાંતિ
અરવિંદે 1980ના દાયકાની શરૂઆતમાં અમદાવાદના નરોડા રોડ ખાતે ભારતનો પ્રથમ ડેનિમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્લાન્ટને લીધે જ ભારતમાં ડેનિમ ક્રાંતિ આવી હતી. અરવિંદે અપાર સંભાવનાને પારખી હતી અને ડેનીમને આ ફેશન ટ્રેન્ડ તરીકે ભારતમાં લાવ્યા હતા. વૈશ્વિક મંચ પર ભારતને અગ્રણી ઉત્પાદક તરીકે સ્થાન આપ્યું. લાલભાઈએ કહ્યું કે, કાપડ ઉદ્યોગને રોજગાર સર્જન માટે એક મહત્વપૂર્ણ એન્જિન તરીકે જોવું જોઈએ.
રિયલ એસ્ટેટ વિકાસની સુવિધા
લાલભાઈએ રીયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ ઉપર ભાર મુક્ત જમીન અંગેના કાયદામાં સુધારાની જરૂરિયાત દર્શાવી હતી. કેટલીક અકારણ અડચણો દુર કરવી પણ જરૂરી છે તેમ જણાવતા તેમણે જણાવ્યું હતું કે આ નિયમોને હળવા કરવાથી માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રને જ ફાયદો થશે નહીં પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થામાં સુધારો આવશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)