અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની તેજીના જોરે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક નવી ટોચ ઉપર બિરાજમાન થયા છે. સેન્સેક્સ 568.93 પોઈન્ટ અથવા 0.72 ટકા વધીને 79,243.18 પર અને નિફ્ટી 175.70 પોઈન્ટ અથવા 0.74 ટકા વધીને 24,044.50 પર હતો. જ્યારે બીજી તરફ નિફ્ટી પણ 175.70 પોઇન્ટ (0.74 ટકા)ના ઉછાળા સાથે 24044.50 પોઇન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો. બીએસઇ ખાતે 1128 શેર વધ્યા, 2240 શેર ઘટ્યા અને 93 શેર યથાવત રહ્યા હતા.

નિફ્ટીમાં ટોપ ગેઇનર્સઃ અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, LTIMindtree, વિપ્રો અને NTPC

નિફ્ટીમાં ટોપ લૂઝર્સઃ શ્રીરામ ફાઇનાન્સ, L&T, આઇશર મોટર્સ, બજાજ ઓટો અને ડિવિસ લેબ

સેક્ટોરલ્સની સ્થિતિ: IT અને પાવર ઇન્ડેક્સ પ્રત્યેક 1.7 ટકા વધ્યા હતા, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ 1 ટકા નીચે હતો. BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા તૂટ્યો હતો.

માર્કેટ ટોન મજબૂત પરંતુ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી

વિગતકુલવધ્યાઘટ્યા
સેન્સેક્સ30246
બીએસઇ400815102388

શેરબજારોમાં આજે સેન્સેક્સ, નિફ્ટી સહિતના મુખ્ય ઇન્ડાઇસિસ મજબૂત રહ્યા હતા. પરંતુ બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4008 સ્ક્રીપ્સ પૈકી 2388 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. તેની સામે સુધરેલા શેર્સની સંખ્યા 1510 રહી હતી. જે દર્શાવે છે કે, માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર વધ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)