અમદાવાદ, 14 માર્ચઃ બીએસઇ SENSEX છેલ્લા ચાર દિવસમાં 2448 પોઇન્ટના કડાકા સાથે 58000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી નીચામાં 57900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. તો NIFTY પણ મોટાભાગના ટેકનિકલ સપોર્ટ ગુમાવવા સાથે 17900 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

અમેરિકામાં બેન્ક સંકટના વાદળો વિશ્વભરના શેરબજાર ઉપર છવાયા છે. ભારતીય શેરબજારો પણ સવારે ગેપઅપથી ખુલ્યા બાદ જોકે, પાછળથી હેવી સેલિંગ પ્રેશરના કારણે ઘટ્યા હતા. BSE SENSEX 58,490.98 અને 57,721.16 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 337.66 પોઈન્ટ્સ ઘટીને 57,900.19 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો NIFTY 17,224.65 અને 16,987.10 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 87.00 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17067.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

આઇટી- ટેકનો, રિયાલ્ટી, પાવર, ઓટોમાં આક્રમક વેચવાલી

IT, ટેકનો, રિયાલ્ટી, પાવર અને ઓટો શેરોમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. બીએસઈ પર તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.46 ટકા અને 0.84 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

સેન્સેક્સે 4 દિવસમાં 2448 પોઇન્ટ ગુમાવ્યા, નિફ્ટી 17000ની સાયકોલોજિકલ સપાટીએ

DateOpenHighLowClose
8/03/202359,916.1060,402.8559,844.8260,348.09
9/03/202360,467.0960,467.0959,750.5359,806.28
10/03/202359,259.8359,262.4758,884.9859,135.13
13/03/202359,033.7759,510.9258,094.5558,237.85
14/03/202358,168.7558,490.9857,721.1657,900.19

માર્કેટબ્રેડ્થ અને સેન્ટિમેન્ટ બન્ને અથડાયા

વિગતકુલવધ્યાઘટ્યા
બીએસઇ36301129 (31.10 ટકા)2410 (66.39 ટકા)
સેન્સેક્સ30723

ઘટાડો નોંધાયો હતો. SENSEX પેકની પણ 30માંથી 23 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જેની આગેવાની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TCS, બજાજ ફાઇનાન્સ, વીપ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા અને HCL ટેકનો.એ લીધી હતી. રિલાયન્સ આજે 0.37 ટકા ઘટી રૂ. 2276.50ની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
SONACOMS431.05+25.25+6.22
BCG20.94+1.11+5.60
SEQUENT77.53+3.89+5.28
DBREALTY67.42+3.21+5.00
POLYMED1,007.00+46.10+4.80

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
PNBHOUSING522.70-60.05-10.30
GTLINFRA0.72-0.08-10.00
INDIANB258.70-23.55-8.34
ADANIENT1,737.75-135.85-7.25
POWERINDIA3,257.20-221.95-6.38