સેન્સેક્સ- નિફ્ટી રેડ ઝોનમાં રમતા હતા, જ્યારે અદાણી જૂથના શેર્સ ગ્રીન ઝોનમાં ખેલતાં હતા….
COMPANY | CLOSE | + Rs. | +% |
ADANI ENTER. | 2577.10 | 97.55 | 3.93 |
aDANI PORTS | 835.85 | 25.35 | 3.13 |
ADANI POWER | 304.65 | 18.15 | 6.34 |
aDANI TRANS | 871.30 | 49.60 | 6.04 |
ADANI GREEN | 995.35 | 62.35 | 6.68 |
ADANI TOTAL | 654.15 | 20.40 | 3.22 |
ADANI WILMAR | 382.25 | 14.05 | 3.82 |
NDTV | 224.60 | 3.60 | 1.63 |
ACC | 1932.45 | 31.25 | 1.64 |
AMBUJA CEM. | 453.35 | 7.65 | 1.72 |
અમદાવાદ, 18 ઓગસ્ટઃ એક તરફ બીએસઇનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી રેડ ઝોનમાં રમી રહ્યા હતા. ત્યારે અદાણી જૂથની અદાણી ગ્રીન સહિત તમામ 10 સ્ટોક્સ ગ્રીન ઝોનમાં ખેલી રહ્યા હતા. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન જૂથના મોટાભાગના સ્ટોક્સમાં તેજીની સર્કીટ નજીકની સપાટીઓ જોવા મળી હતી.
અબુ ધાબી નેશનલ એનર્જી કંપની PJSC (TAQA) ભારતમાં બમણી થવાનું વિચારી રહી છે અને ગૌતમ અદાણીના વિસ્તૃત પાવર બિઝનેસમાં મોટા એક્સપોઝરનું મૂલ્યાંકન કરી રહી છે જે થર્મલ જનરેશનથી ટ્રાન્સમિશન, ક્લીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સુધી ફેલાયેલી છે. તેવા અહેવાલો પાછળ આજે અદાણી જૂથના તમામ 10 સ્ટોક્સમાં શરૂઆત તબક્કામાં ભારે ઉછાળો નોંધાયો હતો. જોકે, પાછળથી અદાણી જૂથ દ્વારા અદાણી એનર્જીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપની અબુ ધાબી નેશનલ એનર્જી કંપની PJSC (TAQA) સાથે કંપનીમાં તેમના રોકાણ માટે કોઈ ચર્ચામાં નથી. તેના પગલે જૂથના સ્ટોક્સમાં ઊભરો સુધારો બનીને છેલ્લે બંધ રહ્યો હતો. જોકે, શુક્રવારે બજાર બંધ સમયે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપિટલાઇઝેશન છ મહિનામાં તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું અને શુક્રવારે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 76,000 કરોડથી વધુનો ઉમેરો થયો હતો. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની આગેવાની હેઠળ શુક્રવારે તમામ અદાણી કંપનીઓના શેરમાં વધારો થયો હતો. અદાણી ગ્રીન 6.56% સુધર્યો હતો. GQG પાર્ટનર્સ અને તેના સહયોગીઓએ રૂ. 8,7નો હિસ્સો ખરીદ્યા બાદ અદાણી પાવર લિમિટેડ પણ બીજા દિવસે ઉછળ્યો હતો.
હેવી વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ- નિફ્ટી-આઇટી શેરોમાં ઘટાડો ઘેરો બન્યો
શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે સતત પ્રોફીટ બુકિંગ ખાસ કરીને આઇટી શેર્સમાં આક્રમક વેચવાલીના પગલે નિફ્ટી 19300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી તોટી એક તબક્કે નીચે ઉતરી ગયો હતો. બીએસઇ સેન્સેક્સ 202.36 પોઈન્ટ ટકા ઘટીને 64,948.66 પર અને નિફ્ટી 55.10 પોઈન્ટ ઘટીને 19,310.15 પર હતો. સાપ્તાહીક ધોરણે સેન્સેક્સ- નિફ્ટીમાં અડધા ટકા આસપાસનું નુકસાન નોંધાયું છે.
શેરબજારમાં આજે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજારની શરૂઆત નકારાત્મક નોંધ પર થઈ હતી અને મોટા ભાગના સત્રમાં નકારાત્મક ટ્રેન્ડ જારી રહ્યો હતો. જો કે, છેલ્લા કલાકમાં તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. નિફ્ટી આધારીત સ્ક્રીપ્સ પૈકી હીરો મોટોકોર્પ, ટીસીએસ, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રામાં ઘટાડાની ચાલ રહી હતી. સામે અદાણી જૂથના શેર્સમાં આક્રમક સુધારાની ચાલ રહી હતી. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી અને નેસ્લે ઈન્ડિયા સુધર્યા હતા.
ટેકનિકલી કેવું રહી શકે આગામી સપ્તાહઃ 19100 નીચામાં જોવાઇ શકે
નિફ્ટી 40-દિવસની મૂવિંગ એવરેજ (19358)ની નીચે નિર્ણાયક રીતે બંધ થયો છે જે નબળાઈની નિશાની છે. છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં ઘટાડાને કારણે, નિફ્ટી પણ સતત ચોથા સપ્તાહમાં નેગેટિવમાં બંધ થયો છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન હજુ પણ અકબંધ છે અને તેથી ડાઉનટ્રેન્ડ અકબંધ છે. ડાઉનસાઇડ પર નિફ્ટી 19100ના સ્તરને ટાર્ગેટ કરે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. બેન્ક નિફ્ટીએ સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં તેની ખોટનો દોર ચાલુ રાખ્યો છે અને નેગેટિવમાં બંધ રહ્યો છે. તે 20-અઠવાડિયાની મૂવિંગ એવરેજ (43800) પર પહોંચે છે અને તેથી વર્તમાન સ્તરોથી ઘટાડો ગંભીર ન હોઈ શકે. જ્યાં સુધી બેન્ક નિફ્ટી 44000ની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી આપણે નબળાઈ ચાલુ રહેવાની અપેક્ષા રાખી શકીએ છીએ. ડાઉનસાઇડ પર, તે 43500 તરફ સરકી શકે છે.