નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો માટે વર્ષ 2022 બહુ સારું રહ્યું નથી. આ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી સ્મોલકેપમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે, સ્માર્ટ રોકાણકારોએ ઘણા સ્મોલકેપ શેરોમાંથી કમાણી કરી છે. આ વર્ષે અત્યારસુધીમાં 26 સ્મોલકેપ શેરો મલ્ટિબેગર બન્યા છે. જેમાં રોકાણકારોને 100 ટકાથી 274 ટકા સુધીનું રિટર્ન પ્રાપ્ત થયું છે.

સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ ક્રેસાન્ડા સોલ્યુશન્સે અત્યાર સુધીમાં 274 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. બીજી તરફ, ચોઈસ ઈન્ટરનેશનલમાં 272 ટકા, BLS ઈન્ટરનેશનલમાં 231 ટકા, જ્યોતિ રેઝિન્સમાં 200 ટકા અને ઉગર સુગર વર્ક્સમાં 194 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેરોએ રોકાણકારોની મૂડીમાં ત્રણ ગણો વધારો કર્યો હતો. સ્મોલકેપ મલ્ટીબેગર્સમાં PSU સ્ટોક મઝાગાંવ ડોક શિપબિલ્ડર્સનો પણ સમાવેશ થાય છે. જેમાં 151 ટકાનો ઉછાળો આવ્યો છે. યુકો બેન્કના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 100 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અન્ય સ્મોલકેપ મલ્ટીબેગર શેરોમાં વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, TCPL પેકેજિંગ, KPI ગ્રીન એનર્જી, TGV SRACC, સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ, મોનાર્ક નેટવર્થ કેપિટલ, ધ ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ કંપની, રેમન્ડ, રામા સ્ટીલ ટ્યુબ્સ, અપાર ઇન્ડસ્ટ્રીઝ, ભારત ડાયનેમિક્સ, કર્ણાટક બેન્ક જેવા શેરનો સમાવેશ થાય છે. જગસોનપાલ ફાર્માસ્યુટિકલ્સ, મેરેથોન નેક્સ્ટજેન રિયલ્ટી, લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી, આરએચઆઈ મેગ્નેસિટા ઈન્ડિયા, શાંતિ ગિયર્સ, શોપર્સ સ્ટોપ અને રોસેલ ઈન્ડિયા પણ મલ્ટિબેગર્સમાં સામેલ છે.

ટોપ-26 સ્મોલ કેપ સ્ટોક્સમાં વાર્ષિક રિટર્ન

સ્ક્રીપ્સરિટર્ન
ક્રેસાન્ડા સોલ્યુશન્સ274 ટકા
ચોઈસ ઈન્ટરનેશનલ272.5 ટકા
 BLS ઈન્ટરનેશનલ સર્વિસિઝ230.9 ટકા
જ્યોતિ રેસિન199.7 ટકા
ધ ઉગર સુગર194.4 ટકા
વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ171.9 ટકા
TCPL પેકેજીંગ157.4 ટકા
મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ150.9 ટકા
KPI ગ્રીન એનર્જી144.6 ટકા
TGV સાર્ક143.4 ટકા
યુકો બેન્ક126.5 ટકા
સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ્સ125.9 ટકા
મોનાર્ક નેટવર્થ કેપિટલ123.8 ટકા
ધ GE શિપિંગ કંપની118.3 ટકા
રેમન્ડ117.9 ટકા
રામા સ્ટીલ ટ્યુબ્સ113.3 ટકા
અપાર ઈન્ડસ્ટ્રીઝ112.1 ટકા
ભારત ડાયનામિક્સ110.1 ટકા
ધ કર્ણાટક બેન્ક109.9 ટકા
જગસોનપાલ ફાર્માસ્યુટીકલ્સ109.3 ટકા
મેરેથોન નેક્સજેન રિયાલ્ટી108.3 ટકા
લોય્ડ્સ મેટલ્સ106.9 ટકા
RHI મેગ્નેસિટા106.6 ટકા
શાંતિ ગિયર્સ106.3 ટકા
શોપર્સ સ્ટોપ102.2 ટકા
રોસેલ ઈન્ડિયા101.8 ટકા