1027 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 257 પોઇન્ટની રાહત રેલી
સેન્સેક્સ- NIFTYની ઇન્ટ્રા-ડે સાપ- સીડી
વિગત | ખુલ્યો | ઘટી | વધી | બંધ | સુધારો |
સેન્સેક્સ | 58206 | 58172 | 59199 | 59031 | 257 |
નિફ્ટી | 17357 | 17345 | 17625 | 17577 | 87 |
ફેડ રિઝર્વના વ્યાજદર અને ગાઇડેન્સનું ફેફરું સમગ્ર વિશ્વના શેરબજારોને થરથરાવી રહ્યું છે. ભારતીય શેરબજારોમાં પણ સેન્સેક્સની શરૂઆત સવારે 568 પોઇન્ટના ગેપ-ડાઉનથી થવા સાથે એક તબક્કે 602 પોઇન્ટ તૂટી સેન્સેક્સ 58172 પોઇન્ટના તળિયે બેસી ગયો હતો. પરંતુ પાછળથી જોવા મળેલી વેલ્યૂ બાઇંગના કારણે આગલાં બંધની સરખામણીમાં 425 પોઇન્ટ સુધરેલો સેન્સેક્સ 257.43 પોઇન્ટ સુધરી છેલ્લે 59000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પાછી મેળવી 59031.30 પોઇન્ટ બંધ રહ્યો હતો. પરંતુ દિવસ દરમિયાન 1027 પોઇન્ટની હેવી વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 859 પોઇન્ટ સુધર્યો છે. તે જ રીતે નિફ્ટી પણ 86.80 પોઇન્ટની રાહત રેલી સાથે 17577 પોઇન્ટ બંધ રહ્યો છે.
કયા સેક્ટોરલ્સમાં સુધારો
ટેલિકોમ 1.26 ટકા, ઓટો 1.70 ટકા, બેન્કિંગ 1.10 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.44 ટકા, મેટલ્સ 2.08 ટકા અને ઓઇલ 1.16 ટકા.
કયા સેક્ટોરલ્સમાં ઘટાડો
આઇટી 1.67 ટકા, ટેકનોલોજી 1.35 ટકા.
એફઆઇઆઇ, ડીઆઇઆઇ બન્ને વેચવાલ છતાં સુધારો!
મંગળવારે નોંધપાત્ર બાબત એ જોવા મળી હતી. વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 4563.77 કરોડની નેટ વેચવાલીની સાથે સાથે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 85.06 કરોડની નેટ વેચવાલી રહી હતી. છતાં બજારમાં ચાલ સુધારાની રહી હતી.
139 સ્ક્રીપ્સ પહોંચી વર્ષની ટોચે
બીએસઇ ખાતે 139 સ્ક્રીપ્સ વર્ષની ટોચે અને 39 સ્ક્રીપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. 12 સ્ક્રીપ્સમાં તેજીની અને 2 સ્ક્રીપ્સમાં મંદીની સર્કિટ વાગી હતી.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3350 પૈકી 2112 સ્ક્રીપ્સમાં સુધારો અને 1282 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહ્યું હતું. સેન્સેક્સ પેકની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં સુધારો અને 9 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી માટે 17500 નજીકનું સપોર્ટ લેવલ
માર્કેટમાં પૂલબેક રેલી તેજીવાળાઓ માટે ચીયરફુલ સાબિત થઇ છે. નિફ્ટી હવે ફરી 17800 પોઇન્ટ ક્રોસ કરે અને 17500ની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખે તે જોવું જરૂરી રહેશે. – નાગરાજ સેટ્ટી, એચડીએફસી સિક્યુરિટીઝ