શેરા એનર્જીનો SME IPO 7 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ. 55-57
અમદાવાદઃ વાઇન્ડિંગ વાયર્સ અને નોન ફેરસ મેટલ્સમાંથી વાઇન્ડિંગ વાયર્સ, વાયર રોડ્સ, કોપર અને બ્રાસ ટ્યુબ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી શેરા એનર્જીનો IPO તા. 7 ફેબ્રુઆરીના રોજ ખુલી રહ્યો છે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 55-57ની પ્રાઇસ બેન્ડ સાથએના કુલ 6,176,000 શેર્સના SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 ફેબ્રુઆરીના રોજ બંધ થશે. આઈપીઓ દ્વારા ₹35.20 કરોડ મેળવવાની દરખાસ્ત કરી છે અને શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ઇશ્યૂનું કદ 6176000 ઇક્વિટી શેર્સ સુધીનું છે જેમાંથી ફ્રેશ ઇશ્યૂ 1048000 ઇક્વિટી શેર્સ સુધીનો અને OFS (ઓફર ફોર સેલ) 5128000 ઇક્વિટી શેર્સ સુધીનો હશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે.
કંપનીની મહત્વની ક્ષમતાઓ
મજબૂત, અનુભવી મેનેજમેન્ટ ટીમ, ક્વોલિફાઇડ વર્કફોર્સ
ક્વોલિટી અને સેફ્ટી ઉપર વિશેષ ધ્યાન સાથે ઉત્પાદન વ્યવસ્થા
Shera Energy Limited Financial Information (Consolidated)
Period Ended | Total Revenue | Profit After Tax |
31-Mar-20 | 42619.14 | 361.43 |
31-Mar-21 | 42271.92 | 502.67 |
31-Mar-22 | 52458.21 | 699.5 |
30-Sep-22 | 33953.72 | 428.25 |
(આંકડા રૂ. લાખમાં)
ઇશ્યૂનો હેતુ
કંપની IPO મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કાર્યકારી જરૂરિયાતો સંતોષવા માટેનો છે.
શેરા એનર્જીઃ IPO એટ એ ગ્લાન્સ
IPO Date | Feb 7, 2023 to Feb 9, 2023 |
Face Value | ₹10 per share |
Price | ₹55- ₹57 |
Lot Size | 2000 Shares |
Issue Size | 6,176,000 shares |
Fresh Issue | 1,048,000 shares |
Offer for Sale | 5,128,000 shares |
Listing | NSE SME |
Market Maker | HOLANI CONSULTANTS PRIVATE LIMITED |
Company Promoters | Mr. Sheikh Naseem, Mrs. Shivani Sheikh and M/s Isha Infrapower Private Limited are the Promoters of the Company. |
Shera Energy IPO Lot Size
The Shera Energy IPO lot size is 2000 shares. A retail-individual investor can apply for up to 1 lots (2000 shares or ₹114,000).
Application | Lots | Shares | Amount |
Retail (Min) | 1 | 2000 | ₹114,000 |
Retail (Max) | 1 | 2000 | ₹114,000 |
HNI (Min) | 2 | 4,000 | ₹228,000 |
શેરા એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નસીમ શેખે જણાવ્યું હતું કે, “અમે તાંબુ, એલ્યુમિનિયમ અને પિત્તળ જેવી બિન-લોખંડ ધાતુઓના ઉત્પાદનો એક જ સ્થળે બનાવીએ છીએ જે અમને વધારાનો લાભ આપે છે. અમે અમારી મોટાભાગની મૂડીરોકાણ પૂર્ણ કરી છે અને મજબૂત ઉત્પાદન ક્ષમતા બનાવી છે.